રાજકોટ, 25 નવેમેબર, 2026 : Two lionesses die after being hit by Bhavnagar-Porbandar train સૌરાષ્ટ્રમાં ટ્રેનની અડફેટે સિંહના મોતના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેતલસર-ઢસા બ્રોગગેજ લાઈન પર વાવડી સ્ટેશનથી ખીરસરા સ્ટેશનની વચ્ચે ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતાં રેલવે અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રાજકોટના જેતપુર તાલુકામાં જેતલસર-ઢસા બ્રોડગેજ રેલવે ટ્રેક પર સોમવારે રાત્રે આશરે 8 વાગ્યે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન (નંબર 59560)ની અડફેટે આવી જતાં બે સિંહણનાં કરુણ મોત નીપજ્યાં હતો. આ ટ્રેન ભાવનગરથી પોરબંદર જતી હતી તે સમયે જેતપુરના વાવડી સ્ટેશનથી ખીરસરા સ્ટેશનની વચ્ચે આ બનાવ બન્યો હતો.
વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સિંહ પરિવાર શિકારની શોધમાં આટાંફેરા મારી રહ્યો હતો ત્યારે અંદાજિત 3 વર્ષની બે સિંહણ રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી, અને બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ત્રીજો સિંહ કે સિંહણ હજુ પણ નજીકના વિસ્તારમાં હોવાથી વન વિભાગ દ્વારા તેને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એકથી દોઢ કલાક ટ્રેન રોક્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
સ્તાનિક લોકોના કહેવા મુજબ , થોડા દિવસ પહેલાં આ જ રેલવે ટ્રેક નજીક બકરી કે ઘેટાંનું સિંહણે મારણ કર્યુ હતુ. આ બનાવમાં સ્થાનિક ફોરેસ્ટ ટીમની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) યુવરાજસિંહ ઝાલા, જેતપુર RFO હિરેન રતનપરા, અમરેલી વાઇલ્ડલાઇફ ટીમ, જેતપુર-ગોંડલ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, રેલવે પોલીસ અને જેતપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.








