રાજકોટ, 26 નવેમ્બર, 2026 : Bumper arrival of onions in Rajkot marketing yard સૌરાષ્ટ્ર તમામ માર્કેટ યાડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર આગ્રણી ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં બુધવારે સૌરાષ્ટ્રભરમાંથી ડુંગળીની બમ્પર આવક થતા 5 કિલોમીટર લાંબી કતારો લાગી હતી. ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોના ખેડૂતો વહેલી સવારથી જ ડુંગળી વેચવા આવ્યા હતા. યાર્ડમાં જગ્યાના અભાવે ટ્રાફિક જામ સર્જાયો હતો. ડુંગળીના ભાવ રૂ. 300 થી રૂ. 700 મળતા ખેડૂતોને રાહત થઈ હતી.
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે ડુંગળીની બમ્પર આવક થઈ હતી. સૌરાષ્ટ્રભરમાંથી ડુંગળી ભરેલા ટ્રક અને ટ્રેક્ટર આવતાં યાર્ડ બહાર રોડ પર સવારથી જ અંદાજે 5 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી ગઈ હતી. વહેલી સવારથી જ ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો ડુંગળી ભરીને યાર્ડમાં આવી પહોંચ્યા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે અનેક વાહનો રોડ પર જ અટવાયાં હતાં, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને પણ ભારે હાલાકી પડી હતી.
યાર્ડના વેપારીઓના કહેવા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં થોડો સુધારો આવતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે. ડુંગળીની આવક વધતાં હરાજીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ વાહનોની સંખ્યા વધારે હોવાથી સમય લાગી રહ્યો છે. બુધવારે ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 300 થી રૂ. 700 સુધી બોલાયા હતા. સારા માલના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ યાર્ડ બહાર ટ્રાફિક નિયંત્રણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.








