Homeગુજરાતીગુજરાતસુરતના પાંડેસરામાં 140 કિલો ગાંજો પકડાયો, 3 શખસોની ધરપકડ

સુરતના પાંડેસરામાં 140 કિલો ગાંજો પકડાયો, 3 શખસોની ધરપકડ

સુરત, 26 નવેમ્બર, 2026 : 140 kg of ganja seized  શહેરમાં ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે. શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે  બાતમીના આધારે પાંડેસરા-ભેસ્તાન વિસ્તારની પ્રમુખપાર્ક સોસાયટીના સત્યમ ટાવર-એફ ના ફ્લેટ નં. 02માં દરોડો પાડીને 140 કિલો ગાંજો ઝડપી લઈને બે શખસોની ધરપકડ કરી છે.

સુરત શહેર પોલીસના એસઓજીએ શહેરના પાંડેસરા-ભેસ્તાન વિસ્તારની પ્રમુખપાર્ક સોસાયટીના સત્યમ ટાવર-એફ ના ફ્લેટ નં. 02માં દરોડો પાડીને ઘરમાંથી રૂપિયા 70,19,500ની કિંમતનો 140.390 કિલો ગાંજો અને 25,000નો એક મોબાઈલ ફોન મળી કુલ ₹70,44,500ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને કેબલ નેટવર્કનો ધંધો કરતા 26 વર્ષીય આરોપી રોહિત છોટુભાઈ કામળેની ધરપકડ કરી છે, જે શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છૂટક ગાંજો વેચવાનો હતો. આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલા સન્ની, દીપક અને વિશાલ પૈકી સન્નીને પણ પોલીસે વહેલી સવારે ઝડપી લીધો હતા, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ તેજ કરાઈ છે.

પોલીસ પૂછપરછમાં આરોપી રોહિત કામળેએ કબૂલાત કરી હતી કે, તેણે શોર્ટકટમાં ઝડપથી પૈસા કમાવવાની લાલચે વોન્ટેડ આરોપીઓ સાથે મળીને ગાંજાનો આ મોટો જથ્થો મંગાવ્યો હતો અને પોતાના રહેણાંક ફ્લેટમાં સંતાડી રાખ્યો હતો. તેનો મુખ્ય ઈરાદો સુરતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરીછૂપીથી છૂટક ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરવાનો હતો. આ મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ગાંજો રાખનાર સન્ની, દીપક અને વિશાલને વોન્ટેડ જાહેર કરાયા હતા, જેમાંથી વોન્ટેડ આરોપી સન્નીને વહેલી સવારે જ ઝડપી લેવામાં આવ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img