અમદાવાદ, 26 નવેમ્બર, 2026 : Rickshaw and taxi drivers protest શહેરમાં ઓલા-ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓની ભાડા નીતિ અને સફેદ નંબર પ્લેટ ધરાવતા વાહનોના ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ સામે વિરોધ કરવા રિક્ષા અને ટેક્સીચાલકોએ આરટીઓ કચોરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને રિક્ષા અને ટેક્સીચાલકોની રોજગારી બચાવવાની માગ કરી હતી.
શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ પોતાના રોજગાર અને હકોના રક્ષણ માટે ‘રોજગાર બચાવો આંદોલન’ હેઠળ RTO કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. ઓલા-ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓની ભાડા નીતિ અને સફેદ નંબર પ્લેટ ધરાવતા વાહનોના ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ સામે આક્રોશ વ્યક્ત કરી, ચાલકોએ સરકાર સમક્ષ યોગ્ય ભાડા નીતિ ઘડવા અને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
શહેરમાં આરટીઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા અને ટેક્સી ચાલકોએ ઓલા-ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓની મનમાની, ઓછું ભાડું ચૂકવવાની નીતિ તેમજ બાઈક ટેક્સીના ગેરકાયદે સંચાલન સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એગ્રીગેટર કંપનીઓ પાસે જરૂરી લાયસન્સ પણ નથી, તેથી સરકારે યોગ્ય ભાડા નીતિ બનાવી ગેરકાયદે ચાલતી બાઈક ટેક્સી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશનના મહામંત્રી અને ટ્રસ્ટી સાજિદ મકરાણીએ જણાવ્યું કે, દોઢ મહિના શહેર અને જિલ્લાના તમામ રિક્ષા યુનિયનોના આગેવાનો અને ગુજરાતના આગેવાનો દ્વારા સરકારના પ્રતિનિધિ એવા વાહન વ્યવહાર કમિશનર સાથે મીટિંગ થઈ હતી. અમે એક જ સવાલ કર્યો હતો કે, મોટર વ્હીકલ એક્ટ 1988થી આજ દિન સુધી એવો કોઈ ફેરફાર થયો છે કે, જે નોન-ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય, સફેદ નંબર પ્લેટ વાળી, એને ટેક્સીમાં ચલાવી શકે? તત્કાલિન સમયે વાહન વ્યવહાર કમિશને કોઈ જવાબ આપ્યો નહતો.








