1. Home
  2. Tag "protest"

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી […]

એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ આઉટ સોર્સથી કરાતી કામગીરી સામે કર્યો વિરોધ

વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યુ છે. એક ખાનગી એજન્સી દ્વારા હંગામી કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવીને પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો માગવામાં આવી રહી છે. ફોર્મ ન ભરનારા હંગામી કર્મચારીઓના પગાર રોકી દેવાની રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આથી હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને યુનિવર્સિટીના ગાર્ડનમાં એકઠા […]

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]

સસ્પેન્શન અંગે વિપક્ષી સાંસદોનું સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન

સંસદ ભવનના મકર દ્વાર પર પણ કર્યો વિરોધ દેખાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે કર્યા સુત્રોચ્ચાર જગદીપ ધનખડની મિમિક્રી મામલે રાહુલ ગાંધીએ કંઈ બોલવાનો કર્યો ઈન્કાર નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન વિપક્ષના 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષમાં નારાજગી ફેલાઈ છે. […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર […]

બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને રેશનિંગની દુકાનો પર ફરજ સોંપાતા ઊઠ્યો વિરોધ

પાલનપુરઃ ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત મતદાર નોંધણી, સહિત અન્ય કામગીરી સોંપાતી હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે બનાસકાંઠામાં શિક્ષકોને રેશનિંગની દુકાનો પર વિતરણ વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાતા શિક્ષકોમાં ભારે નારાજગી ઊભી થઈ હતી. આ મામલે ભારે વિરોધ ઊભો થયા બાદ  જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા […]

ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ગુજરાતના સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે રાજ્યની તમામ જીએસટી કચેરીઓના પટાગણમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્ટેટ જીએસટી વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ ત્રણ જેટલી માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટેટ GST વિભાગ કર્મચારી મંડળના કર્મચારીઓએ સરકાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. એસજીએસટી કર્મચારી એસોસિએશન […]

કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે  જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ […]

ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. બીજીબાજુ ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો વિદ્યાસહાયકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીને લીધે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. આથી છેલ્લા મહિનાઓથી શિક્ષણ વિભાગની જ્ઞામ સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code