HomeગુજરાતીગુજરાતAMC દ્વારા કરોડોના ખર્ચે યોજાનારા ફ્લાવર શોના ટિકિટના દર વધારી દેવાયા

AMC દ્વારા કરોડોના ખર્ચે યોજાનારા ફ્લાવર શોના ટિકિટના દર વધારી દેવાયા

અમદાવાદ, 26 નવેમ્બર, 2026 :  Ticket prices for AMC’s Flower Show have been increased શહેરમાં એએમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં પ્રવેશ માટેના ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.100 અને શનિવાર તથા રવિવારે રૂ.120 ટિકિટ રાખવાનો નિર્ણય એએમસીની રીક્રિએશન કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 20 રૂપિયા વધુ ભાવ રાખવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી 2027માં ઈન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે. આ ફ્લાવર શો માટે મ્યુનિ.એ ટિકિટના દર નક્કી કર્યા છે. ગત વર્ષ કરતા ટિકિટના દરમાં વધારો કર્યો છે. રીક્રીએશન કમિટી ચેરમેન જીતેન્દ્ર ખરચરિયાએ જણાવ્યું હતું કે,  શનિવારે અને રવિવારે ખૂબ વધારે ભીડ રહેતી હોવાથી રૂપિયા 120 ની ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. ફ્લાવર શો ની ટિકિટની સાથે નાગરિકો અટલબિજ ઉપર પણ જઈ શકશે તેના માટે અલગથી ટિકિટ લેવાની જરૂર નથી. ટિકિટના દર મંજૂર કરવાની દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે એટલે કે 2026માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.80 અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે રૂ.100 રાખવામાં આવી હતી. જ્યારે 2025માં આ દર અનુક્રમે રૂ.70 અને રૂ.100 હતા. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધુ રાખવામાં આવ્યો છે.

શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાતા આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારનાં ફૂલો, ફૂલોમાંથી તૈયાર કરવામાં આવતી પ્રતિકૃતિઓ અને થીમ આધારિત આકર્ષણો મૂકવામાં આવે છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ફ્લાવર શો પાછળ 25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2027થી 18 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ફૂલોમાંથી અલગ અલગ 60 જેટલા સ્કલપચર બનાવવામાં આવશે. વ્હેલમાછલીનું 30 મીટરનું સ્કલપચર બનાવવામાં આવનાર છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે. 3 મોટી નર્સરી અને 28 ફૂડ સ્ટોલ વગેરે પણ હશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img