1. Home
  2. Tag "flower show"

અમદાવાદમાં ફલાવર શો પૂર્ણ થતાં હવે રંગબેરંગી ફુલોના રોપા વેચવા મુકાયા

શહેરની 5 નર્સરી પર 31મી સુધી ફુલોના રોપા ખરીદી શકાશે રિવરફ્રન્ટના ફલાવર શોની 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી ફ્લાવર શોથી મ્યુનિને 12.90 કરોડની આવક થઈ અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર તાજેતરમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના નજારાને માણવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તાજેતરમાં ફ્લાવરશો પૂર્ણ […]

અમદાવાદના ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ કે મુવી શુટિંગ માટે બુકિંગ ન મળ્યાં

લગ્ન સિઝનમાં બુકિંગ મળશે એવી ગણતરીએ ફ્લાવર શો લંબાવાયો છે પ્રિ-વેડિંગ-મૂવી શૂટિંગના નામે આવક ઉભી કરવાની કરેલી યુક્તિ સફળ ના થઈ પ્રિ-વેડિંગ શૂટીંગ માટે એક કલાકના રૂપિયા 25000નો દર નક્કી કરાયો છે અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફલાવર શોને લોકો તરફથી સારોએવો રિસ્પોન્સ મળ્યો હતો. લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શોને નિહાળવા માટે આવ્યા હતા. […]

અમદાવાદમાં ફ્લાવર શોની પ્રિન્ટ ટિકિટો વેચવાનું કૌભાંડ

ઓન લાઈન સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો પ્રિન્ટ કરેલી ટિકિટો લઈને લોકો આવતા કૌભાંડનો પડદાફાસ થયો પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાવર શોનું મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં રંગબેરંબી દેશ-વિદેશના ફુલોનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે.  ફ્લાવર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, તેમ પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું. […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને […]

અમદાવાદના ફ્લાવર શો લંબાવાયો, શહેરીજનો હવે 20મી જાન્યુઆરી સુધી મુલાકાત લઈ શકશે

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શૉ નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યાં છે. ફ્લાવર શૉને શહેરીજનો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા મ્યુનિ દ્વારા  ફ્લાવર શૉને વધુ 5 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે તા.20મી જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોને નિહાળી […]

અમદાવાદમાં ફ્લાવર શો 3.11 લાખ લોકોએ નિહાળ્યો, AMCને 7 દિવસમાં 1.80 લાખની આવક

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એએમસી દ્વારા ગત તા.31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલો સહિત અનેક આકર્ષણો ઊભા કરાયા છે. રોજબરોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 3.11 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેથી મ્યુનિ.કોર્પોરેશનને ટિકિટની 1.80 લાખની આવક થઈ છે. […]

અમદાવાદમાં ફ્લાવર શોમાં એક જ દિવસમાં એક લાખથી વધુ શહેરીજનોએ લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના નજારાને માણવા માટે શહેરીજનો ઉમટી રહ્યા છે. રવિવારે એક લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, તેના લીધે એએમસીને ટિકિટની આવક પણ સારીએવી થઈ રહી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે […]

ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડ શહેરીજનોને આકર્ષિત કરશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024‘ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શૉનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024‘ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર […]

અમદાવાદમાં આજથી 15મી જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો

પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે મોટી સંખ્યામાં ફ્લાવર શો નીહાળવા શહેરીજનો ઉમટી પડવાની આશા અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શનિવારથી ફ્લાવર શોનો શુભારંભ થશે. જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code