નવી દિલ્હી, 21 નવેમ્બર 2026: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરના યુવાનોમાં રહેલી અલગતાવાદની ભાવનાનો અંત આવ્યો છે. તેમણે કહ્યું કે, દેશ માટે ગર્વની વાત છે કે ખીણપ્રદેશનો એક પણ કાશ્મીરી યુવાન હાલમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નથી. કાશ્મીર ખીણમાં લશ્કર-એ-તૈયબાના છેલ્લા સ્થાનિક કમાન્ડરને એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટનાનો ઉલ્લેખ કરતા, અમિત શાહે તેને ખીણપ્રદેશમાં અલગતાવાદના અંતની શરૂઆત ગણાવી હતી.
ગૃહમંત્રીએ અરુણાચલ પ્રદેશ પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર’ પણ અર્પણ કર્યો. આ સન્માન પોલીસ દળ દ્વારા જનતા અને રાષ્ટ્ર પ્રત્યે દર્શાવવામાં આવેલા સમર્પણની માન્યતા સ્વરૂપે આપવામાં આવે છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ દિવસને અરુણાચલ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર્સ’ (President’s Police Colours) એનાયત થવા એ અત્યંત ગર્વ અને સન્માનની ક્ષણ છે.
અમિત શાહ રાજ્યની ત્રણ દિવસીય મુલાકાતે છે. આવતીકાલે, તેઓ ‘અરુણાચલ પ્રદેશ વિઝન ડોક્યુમેન્ટ ૨૦૪૭’ રજૂ કરશે અને ‘નિગમ એવોર્ડ્સ’ પ્રદાન કરશે. શ્રી શાહ ‘સરસ મેળા’નું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ હિલોંગી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ૧૨મી બટાલિયનના પરિસરનું ઉદ્ઘાટન કરશે.
વધુ વાંચો: બર્ડ ફ્લૂને મળશે ટક્કર! માત્ર 1-2 રૂપિયામાં સ્વદેશી વેક્સિન, મરઘીઓને 6 મહિના સુધી સુરક્ષા








