રિવોઈ ન્યૂઝઃ દાહોદ, 21 નવેમ્બર, 2026 – Chief Minister Bhupendrabhai Patel engaged in personal dialogue with tribal families મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણ દિવસ સુધી આદિવાસી વિસ્તારોમાં ફરીને, તેમના જીવનને નજીકથી નિહાળીને, તેમની સંસ્કૃતિને નજીકથી ઓળખીને આદિવાસી સમુદાયમાં એક નવા જ ઉત્સાહનો સંચાર કર્યો છે.

આ વિશેષ પ્રયાસ અને પ્રવાસના ત્રીજા દિવસે ગઈકાલે ભૂપેન્દ્રભાઈએ દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ કર્યો હતો.
દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ..
વહેલી સવારે પાટા ડુંગરીના ઠક્કરબાપા સરોવરની મુલાકાત અને માછીમાર પરિવારો સાથેના સંવાદથી દિવસની ઊર્જામય શરૂઆત થઈ.
ચાંદાવાડાની ખાટલા બેઠકમાં લોકનૃત્ય અને દિવ્યાંગ ભાઈ-બહેનોના હૂંફાળા આવકારે મનને ભાવવિભોર કરી દીધું..
પૌરાણિક બાવકા શિવમંદિરમાં મહાદેવના દર્શન-પૂજન કર્યા બાદ, સરહદી ગામ ખંગેલામાં ગ્રામજનો અને સખી મંડળની બહેનો સાથે વિકાસ તથા પ્રાકૃતિક ખેતી અંગે સાર્થક ચર્ચા કરી.
લોકોની વચ્ચે રહીને, તેમની લાગણીઓ અને અપેક્ષાઓને પ્રત્યક્ષ જાણવાનો આ અવસર ખરેખર યાદગાર બની રહ્યો.
આદિજાતિ વિસ્તારના પ્રવાસના ત્રીજા દિવસની કેટલીક ખાસ ઝલક..
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 20, 2026
આ પ્રસંગે મુખ્યમંત્રીનું ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. ગામના જ નિવાસી દિવ્યાંગ ચૌહાણ દિનેશભાઇ સહિત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, સરપંચે મુખ્યમંત્રીને કમળ આપી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








