Homeગુજરાતીદેશ-વિદેશવિદેશ મંત્રી એસ. જયશંકરની બલ્ગેરિયાના વિદેશ મંત્રી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક, ભારત-EU FTA...

વિદેશ મંત્રી એસ. જયશંકરની બલ્ગેરિયાના વિદેશ મંત્રી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક, ભારત-EU FTA ટૂંક સમયમાં લાગુ થવાની આશા

નવી દિલ્હી, 21 નવેમ્બર 2026: વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે આજે બલ્ગેરિયાના નાયબ વિદેશ મંત્રી વેલિસ્લાવા પેટ્રોવા ચામોવા સાથે વાતચીત કરી. ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં અમલમાં આવશે, જે બંને વચ્ચેના સંબંધોને નવી ગતિ પ્રદાન કરશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત વેપાર, ટેક્નોલોજી અને પ્રતિભા (ટેલેન્ટ) ક્ષેત્રોમાં યુરોપ સાથેના પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવા ઈચ્છે છે. વિદેશ મંત્રીએ એમ પણ જણાવ્યું કે ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ડૉ. જયશંકરે નોંધ્યું કે આ વર્ષના જૂન મહિનામાં તેમની બલ્ગેરિયાની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ રહી છે. તેમણે જણાવ્યું કે બલ્ગેરિયાના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરવાની તક મળી એવી પ્રગતિ જેમાં સંરક્ષણ, શિક્ષણ, વિજ્ઞાન, પ્રવાસન, અવકાશ અને એન્જિનિયરિંગ નિપુણતા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રીએ બલ્ગેરિયાની સરકારનો પણ આભાર માન્યો, જેમણે કાળા સમુદ્રમાં ફસાઈ ગયેલા ભારતીય નાવિકોને સ્વદેશ પરત લાવવામાં મદદ કરી હતી.

વધુ વાંચો: બિહારને PM મોદીની મોટી ભેટ! પટના-વૈશાલીને જોડતા ‘નીતીશ સેતુ’નું ભવ્ય ઉદ્ઘાટન

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img