Homerevoinewsમતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-૬ ભરીને નામ દાખલ...

મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-૬ ભરીને નામ દાખલ કરાવી શકશે

  • ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-૬ અંગે મતદારોની મૂંઝવણ દૂર કરવાની પહેલ

ગાંધીનગર, 21 નવેમ્બર, 2026:  electoral roll revision ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન વિવિધ કારણોસર જે મતદારોનાં નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ નથી કરી શકાયા તેવા મતદારો માટે મહત્વની સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.હવે મુસદ્દા મતદાર યાદીમાંથી બાકાત થયેલા અગાઉના મતદારો પણ ફોર્મ-૬ ભરીને આખરી મતદાર યાદીમાં નામ સામેલ કરાવી શકે છે.

SIR બાદ મતદારોમાં એવી મૂંઝવણ ઊભી થઇ હતી કે તેઓ SIR અગાઉ મતદાર હતા તો હવે નવેસરથી ફોર્મ-૬ ભરે તો ફોર્મ-૬માં દર્શાવવામાં આવેલી ઘોષણા મુજબ અરજદારનું નામ મતદાર યાદીમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહ્યું. જેના કારણે અગાઉ નોંધાયેલા મતદારોને એવી આશંકા છે કે અગાઉથી નોંધાયેલા હોવા છતાં ફોર્મ-૬ ભરવું એ ખોટી ઘોષણા કર્યા બરાબર ગણાશે.જેના કારણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ-૩૧ હેઠળ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.

આ પણ વાંચોઃ આદિવાસી ઉદ્યોગસાહસિકો માટે જાહેર ખરીદીની તકો વિસ્તૃત કરવા વિશેષ પહેલ

આ બાબતે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જે મુજબ,
• ફોર્મ-૬ હેઠળની ઘોષણા તા.૧-૮-૨૦૨૨થી અમલમાં છે. જે મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ ન હોય તે નિયત પ્રક્રિયા અનુસાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે ફોર્મ-૬ રજૂ કરી શકે છે.
• જે મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાં નથી. તેમણે અગાઉ નામ નોધાવ્યું હતું કે નહીં તે બાબત ધ્યાને લીધા વિના SIR અથવા ત્યારબાદની પ્રક્રિયામાં નવેસરથી નામ ઉમેરવા ફોર્મ-૬ રજૂ કરવાનું રહેશે. આ સંજોગોમાં ફોર્મ-૬ રજૂ કરવાનો હેતુ માત્ર વર્તમાન મતદાર યાદીમાં નામ સામેલ કરવાનો છે. અરજદાર અગાઉ મતદાર રહી ચૂક્યા છે માત્ર તે કારણોસર આ ઘોષણા ખોટી ગણાશે નહીં.
• આ બાબત દિલ્હી હાઇકોર્ટના નીલોત્પલ દત્તા અને અન્ય વિરુધ્ધ ભારતના ચૂંટણી પંચ (W.P.(C) No.14955/2026, તા.૧૪-૧૦-૨૦૨૬ના ચુકાદા સાથે સુસંગત છે. જેમાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખોટી ઘોષણા અંગેની અરજદારોની આશંકા અસ્થાને છે. તેઓ કાયદાનુસાર પ્રક્રિયા માટે ફોર્મ-૬ રજૂ કરી શકે છે.

આથી જો કોઇ મતદાર SIR પ્રક્રિયા કે ત્યારબાદ ફોર્મ-૬ રજૂ કરે તો માત્ર અગાઉ નોધાયેલા હતા તે કારણોસર મતદાર નોધણી અધિકારી દ્વારા તેમની સામે કલમ-૩૧ હેઠળ કોઇ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે, પરંતુ શરત એ રહેશે કે તે મતદાર અન્ય કોઇ સંસદીય કે વિધાનસભા મતવિસ્તારમાં હાલમાં મતદાર તરીકે નોધાયેલા ન હોવા જોઇએ તેમજ રજૂ કરેલી વિગતો કાયદાનુસાર યોગ્ય હોવી જોઇએ.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img