Homeગુજરાતીગુજરાતઅમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ સહિત પ્રશ્નોના ઉકેલ માટે સુચના

અમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ સહિત પ્રશ્નોના ઉકેલ માટે સુચના

અમદાવાદ, 21 નવેમ્બર. 2026 : Ahmedabad District Coordination Committee meeting અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સંકલનમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપીને ત્વરિત નિયમાનુસાર કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિની કામગીરીને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા માટે બનાવવામાં આવેલા ઓનલાઇન પોર્ટલનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોમાં દબાણ, પોલીસ સ્ટેશન, અશાંતધારો, હેતુફેર, આરોગ્ય, ઇન્દિરા બ્રિજ વિસ્તૃતિકરણ, નવા કોમ્યુનિટી હૉલનાં નિર્માણ, કેનાલની સફાઈ, જનસેવા કેન્દ્ર, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, પાર્કિંગ માટેની જગ્યાને લગતી બાબત, હાઉસિંગ બોર્ડના પ્રશ્નો, નવા રસ્તાના નિર્માણ, જીપીસીબી, પોસ્ટ ઑફિસને લગતી બાબતો સહિતના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિરાકરણ લવાયું હતું.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મુનસર તળાવ અને મલાવ તળાવની સફાઈ, રોડ રિસરફેસિંગ, સ્વચ્છતા, નર્મદા કેનાલ સફાઈ અને સમારકામ, વરસાદી પાણીનો નિકાલ, પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, ડેમના પાળાનું સમારકામ, નદીમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવી, રેલવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામો, નવાં પરીક્ષા કેન્દ્રો, જંગલ સફાઈની કામગીરી, પોસ્ટલ પિનકોડના પ્રશ્નો સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સંદર્ભે ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. બેઠકમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજિતસિંહ ગોહિલ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો સર્વે હર્ષદ પટેલ, કૌશિક જૈન, અમિત ઠાકર, ડૉ. હસમુખ પટેલ, અમિત શાહ, શ્રીમતી પાયલ કુકરાણી, અમૂલ ભટ્ટ, જીતુભાઈ પટેલ, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી તેમજ ઇમરાન ખેડાવાલા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તથા અમદાવાદ શહેરના પોલીસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img