ભૂજ, 25 નવેમેબર, 2026 : Three killed in accident between truck and tractor near Dhoro village કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. જિલ્લાના હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. એક જ માર્ગ પર થોડા સમયના અંતરે સર્જાયેલી અકસ્માતની આ બીજી ગંભીર ઘટનાએ માર્ગ સલામતી અને વાહન વ્યવહારની સ્થિતિ અંગે સવાલો ઊભા કર્યા છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર GJ 12 AZ 0590 ટ્રેક્ટર સાથે અથડાતાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ટ્રકના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું, જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી માર્ગની નીચે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, મૃતકોની ઓળખ, તેઓ કયા ગામના રહેવાસી હતા અને અકસ્માત સમયે વાહનોમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની સત્તાવાર વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.
ખાવડા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી ત્યાં હાજીપીર રોડ પર વધુ એક અકસ્માતે ત્રણ જિંદગીઓ છીનવી લીધી છે. વારંવાર સર્જાતી આવી દુર્ઘટનાઓ કચ્છના માર્ગો પર વાહનચાલકોની સાવચેતી અને ટ્રાફિક સલામતીના પ્રશ્નને ફરી ચર્ચા જાગી છે.








