Homeગુજરાતીગુજરાતગુજરાત એસટી એ બુકિંગ અને આવકનો રેકોર્ડ તોડ્યો, બે દિવસની આવક રૂપિયા...

ગુજરાત એસટી એ બુકિંગ અને આવકનો રેકોર્ડ તોડ્યો, બે દિવસની આવક રૂપિયા 7 કરોડને પાર

ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 : Gujarat ST breaks booking and revenue record ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. GSRTCએ 11 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. જોકે, આ રેકોર્ડ માત્ર 24 કલાકમાં જ તૂટી ગયો છે અને 12 નવેમ્બરે આવક અને બુકિંગમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 11 નવેમ્બર, 2026ના ભાઈબીજના દિવસે કુલ 1,46,875 બેઠકોનું બુકિંગ થયું હતું, જેના દ્વારા ₹3.55 કરોડની આવક થઈ હતી. તેના બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે બેઠકોનું બુકિંગ વધીને 1,50,010 થયું હતું, જેમાં આવકનો આંકડો ₹3.64 કરોડ સુધી પહોંચ્યો છે. માત્ર એક જ દિવસના અંતરમાં GSRTCએ અગાઉના રેકોર્ડની સરખામણીએ 3,135 વધુ બેઠકોનું બુકિંગ નોંધાવ્યું હતું અને આવકમાં ₹9.38 લાખથી વધુનો વધારો કર્યો હતો. આ રીતે માત્ર બે દિવસમાં GSRTCની આવક  ₹7.1 કરોડથી વધુ થઈ છે.

મોબાઇલ એપ દ્વારા બુકિંગમાં પણ નવો રેકોર્ડ

GSRTCની આ સિદ્ધિમાં મોબાઇલ એપ દ્વારા થતા ટિકિટ બુકિંગનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 11 નવેમ્બરે મોબાઇલ એપ દ્વારા 99,402 બેઠકોનું બુકિંગ થયું હતું, જેનાથી ₹2.26 કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે 12 નવેમ્બરે મોબાઇલ એપ દ્વારા બુક થયેલી બેઠકોની સંખ્યા એક લાખનો આંકડો પાર કરીને 1,00,283 પર પહોંચી હતી. મોબાઇલ એપ દ્વારા થતી આવક પણ વધીને ₹ 2.30 કરોડ થઈ હતી.

ગુજરાતમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મોબાઇલ એપ અને ઓનલાઈન બુકિંગ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરોને ટિકિટ મેળવવામાં સુગમ સુવિધા મળી છે. સતત બે દિવસમાં સર્જાયેલા નવા રેકોર્ડ ડિજિટલ ટિકિટ બુકિંગના વધતા ઉપયોગને પણ દર્શાવે છે. સતત 7માં વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જીને ‘નંબર 1 એસ.ટી.યુ.’ બનવાનું આ ગૌરવ ગુજરાત રાજ્યને મળ્યું છે.   મુસાફરોને અત્યાધુનિક, સરળ અને પારદર્શક સુવિધાઓ પૂરી પાડવા માટે GSRTC કટિબદ્ધ છે અને આ સિદ્ધિ બદલ નિગમે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img