1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે
ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

0
Social Share

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે.

ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિની ઉજવણી સેક્ટર-16 સ્થિત સચ્ચિદાનંદજી બ્રહ્મ ભવન ખાતે રવિવારે બપોરે 3:૦૦ વાગ્યાથી શરૂ થશે. ઉજવણીના ભાગરૂપે શહેરમાં એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં ફૂલોથી સુશોભિત રથમાં ભગવાન પરશુરામની 11 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આશરે 14 કિલોમીટરનો રૂટ આવરી લેશે. તેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ હજારો ભૂદેવો, મહિલાઓ અને યુવાનો જોડાશે. યાત્રાના સમાપન બાદ 2100 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી અને મયુર દવે પોતાની કલા રજૂ કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં આશરે 15000થી વધુ ભૂદેવ પરિવારો જોડાવાની અપેક્ષા છે. બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો એકરૂપ બની આ ઊજવણીમાં ભાગ લેશે. આયોજકોના મતે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવાનો અને યુવા પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code