1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી
વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી

વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી

0
Social Share

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: No date for work on new bridge over Bhogavo river near Vastadi village જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરનો બ્રિજ ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થતાં 15 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ બ્રિજ ન હોવાથી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નવો પુલ બનાવવાની ગાંધીનગર સુધી રજુઆતો કર્યા બાદ મહિનાઓ પહેલા નવો બ્રિજ બનાવવાને મંજુરી આપી હતી. પણ નવા બ્રિંજનું કામ હજુ શરૂ થયુ નથી. આથી નવા બ્રિજ માટેનું કામ ત્વરિત શરૂ કરવા ગ્રામજનોની માગ ઊઠી છે.

વઢવાણના વસ્તડી ગામ પાસે ભોગાવો નદીના પુલ 1000 દિવસ પહેલા ધરાશાયી થતા 15થી વધુ ગામોના લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. નદી પર નવો બ્રિજ બનાવવાની માગણી બાદ સરકારે રૂપિયા 15 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાના કામને મંજુરી આપી છે. પણ બ્રિજનું કામ ક્યારે શરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હાલ બ્રિજ ન હોવાથી હજારો લોકોને 2 કિમીનો ફેરો ફરવો પડે છે. ભાદર નદી પરનો આ પુલ પરથી 15થી વધુ ગામોના લોકોને સુરેન્દ્રનગર જવા માટે મહત્વનો પુલ છે. આ વર્ષ 2023માં પસાર થતા ડમ્પરનો ભાર સહન ન કરી શકતા પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થતા 15 ગામોના હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પુલ પાસે ભોગાવો નદીમાં અપાયેલું ડાયવર્ઝન પણ કાચુ હોવાથી જો નદીમાં પાણી આવે તો ચુડા વઢવાણ તાલુકાના 15 ગામોના લોકો જિલ્લા સાથે સંપર્ક વિહોણા થઇ જાય છે.

આ અંગે વસ્તડી ગામના નરેન્દ્રસિંહ ગોહિલ, કૃપાલસિંહ વગેરેએ જણાવ્યું કે વસ્તડી ગામનો પુલ તૂટી ગયા બાદ મહિનાઓ સુધી જેમને તેમ સ્થિતિમાં હતો અને લોકોને પાસેથી બનાવાયેલા માર્ગમાંથી પસાર થવું પડી રહ્યું હતું. ધારાસભ્ય જગદીશ મકવાણા અને આગેવાઓ આ પુલની મુલાકાત લઇ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી પુલ બનાવવા ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા આ સ્થળે તૂટેલા પુલની સ્થિતિ અંગે તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવી હતી. જેના રિપોર્ટમાં નવો પુલ બનાવવા માટે જણાવાતા વસ્તડીનો નવો પુલ બનાવવા મંજૂરી અપાઇ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code