અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : Sardar Sarovar Narmada Dam filled to a level of 132.70 meters. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.70 મીટરે પહોંચતા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ડેમની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર છે, ડેમમાં હાલ કુલ 7598 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમના ઉપરવાસમાંથી 44,962 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે ડેમમાંથી 3,271 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી 132.70 મીટરે પહોંચતા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ડેમની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર છે, ડેમમાંથી 3,271 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
ગુજરાતમાં આ વખતે સારા વરસાદને લીધે કુલ 207 ડેમમાંથી 26 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. આ ડેમોમાં કુલ 69.13 ટકા પાણી ભરાયેલું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં કુલ 42 ટકા પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે, જ્યારે ડેમોમાં કુલ 56.09 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13માંથી 9 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોમાં કુલ 74.21 ટકા પાણી છે. કચ્છમાં 20 ડેમમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. કુલ ડેમોમાં કુલ 25.49 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી 26 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોમાં કુલ 63.10 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના મોટા 207 ડેમમાંથી 34 ડેમ હાઇ એલર્ટ પર છે, આ ડેમોમાં 90 ટકાથી વધારે પાણી છે. સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના 10 ડેમ એલર્ટ પર છે. આ ડેમોમાં 80થી 90 ટકા પાણી છે. રાજ્યના 9 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 70-80 ટકા પાણી છે. રાજ્યના 153 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે, આ ડેમો માટે કોઈ જ એલર્ટ આપવામાં આવ્યું નથી.


