1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ
રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ

રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ

0
Social Share

રાજકોટ, 17 એપ્રિલ 2026: Suspends Lodhika PI and 6 police personnel જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) પાડેલા દરોડામાં  વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. આથી સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સર્કિય બની છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા લોધીકાના માખાવડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને ફાર્મ હાઉસમાંથી ₹11.26 લાખની કિંમતનો 739 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. પોલીસે સ્થળ પરથી રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા અજય રમેશભાઈ ભરડાની ધરપકડ કરી છે. તેની પાસેથી દારૂ ઉપરાંત એક બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો મવડી વિસ્તારના નામચીન બુટલેગર ઉમંગ કામાણીએ રાજસ્થાનથી મંગાવ્યો હતો. પોલીસે હવે ઉમંગ કામાણી અને દારૂ મોકલનારા રાજસ્થાની શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.

સ્થાનિક પોલીસની નાક નીચે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતરતા અને SMC દ્વારા કાર્યવાહી થતા લોધીકા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. લોધીકાના મહિલા પી.આઇ. એસ.એમ. પરમાર, એએસઆઇ ગોપાલભાઇ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઇ, પિયુષભાઇ, તેમજ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ અને ખોડાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોધીકા પીઆઈ સસ્પેન્ડ થતા તેમનો ચાર્જ પીએસઆઈ આઈ.એન. સરવૈયાને સોંપવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code