વડોદરા, 17 એપ્રિલ 2026: Middleman caught taking bribe of Rs 2 lakh on behalf of Padra’s PI જિલ્લાના પાદરામાં એક ઝઘડામાં લવ જેહાદનો ગુનો ગુનોં ન નોંધવા માટે પોલીસ ઈન્સ્પેકટરે વી એ ચારણે રૂપિયા બે લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. અને છટકું ગોઠવવામાં આવતા પીઆઈ વતી રૂપિયા બે લાખની લાંચ લેતા વચેટિયો પકડાયો છે. આ કેસમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ કેસની વિગત એવી છે.કે, પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે એક ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે 2 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમ ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદને આપવાનું કહેવામાં આવ્યું હતું. ફરીયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે રજવાડી ટી-સ્ટોલ સામે આરોપી સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હતી. તે સમયે એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપ કામગીરી એ.એન. પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પર મદદનીશ નિયામક બી.એસ. પટેલ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


