નવી દિલ્હી, 04 નવેમ્બર 2026: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વિકસી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટેના એક પુરસ્કાર સમારોહને સંબોધતા, નીતિન ગડકરીએ કહ્યું કે આ ક્ષેત્રને મજબૂત કરવાથી આવા વાહનોની આર્થિક વ્યવહારુક્ષમતામાં વધારો થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાથી પેટ્રોલિયમની આયાત પર દેશની નિર્ભરતા ઘટશે, પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે અને ભારત ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
નીતિન ગડકરીએ બાયો-ઈથેનોલથી ચાલતા વાહનોની સંભાવનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈકલ્પિક ઈંધણના ઉપયોગથી પરંપરાગત પેટ્રોલિયમ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે અને ગ્રાહકોને આર્થિક લાભ મળશે. નીતિન ગડકરીએ જાહેરાત કરી કે આ મહિનાની 26 તારીખે તેઓ ટોયોટા ઈનોવા લોન્ચ કરશે, જે પેટ્રોલને બદલે સંપૂર્ણપણે બાયો-ઈથેનોલ પર ચાલશે.
વધુ વાંચો: ભારતીય રેલવેનો નવો રેકોર્ડ, ઓક્ટોબરમાં અત્યાર સુધીની સૌથી વધુ માલઢુઆઈ નોંધાઈ


