Homeગુજરાતીદેશ-વિદેશસોનિયા ગાંધીએ પોતાના પુસ્તરમાં પીએમ મોદીને લઈને કર્યાં ચોંકાવનારા દાવા

સોનિયા ગાંધીએ પોતાના પુસ્તરમાં પીએમ મોદીને લઈને કર્યાં ચોંકાવનારા દાવા

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના બહુપ્રતિક્ષિત સંસ્મરણ ગ્રંથ ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધો અને રાજકીય મતભેદોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તક બજારમાં આવતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યું છે. પુસ્તકમાં સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન તરીકે 12 વર્ષથી વધુનો સમય વીતી જવા છતાં અને પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ ચાલી રહ્યો હોવા છતાં, તેમની વચ્ચે ક્યારેય કોઈ વાસ્તવિક વાતચીત થઈ નથી.

પીએમ મોદી નજર મલાવવાથી બચે છે: સોનિયા ગાંધી

સંસદના દરેક સત્ર પછી મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં મળતા હોય છે, જ્યાં બંને નેતાઓ વચ્ચે માત્ર ઔપચારિક અભિવાદન થાય છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અગાઉના સમયમાં અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓ પરસ્પર સૌહાર્દ અને શિષ્ટાચારથી મળતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે લખ્યું છે કે, પીએમ મોદી આમતેમ સામસામે આવતી વખતે નજર ફેરવી લે છે અને આંખોથી સંપર્ક બનાવવાનું ટાળે છે.

જોકે, તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, જ્યારે તેઓ હોસ્પિટલમાંથી સારવાર લઈને પરત ફર્યા હતા, ત્યારે પીએમ મોદીએ તેમને પૂછ્યું હતું કે, ‘ઠીક છો આપ?’ જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘જી, હવે હું ઠીક છું, આભાર’ આ પ્રકારની છૂટીછવાઈ અને ઔપચારિક શુભેચ્છાઓ (જન્મદિવસ અને નવું વર્ષ) સિવાય તેમની વચ્ચે ક્યારેય કોઈ સંવાદ નથી થયો.

ભારતને લઈને બંનેની વિચારધારા સાવ અલગ

પુસ્તકમાં વૈચારિક મતભેદો વિશે વાત કરતા સોનિયા ગાંધીએ લખ્યું છે કે, પીએમ મોદી અને તેમના વિચારોની દુનિયા અલગ છે. તેમણે ભારતને પોતાના પરિવારના સભ્યોના જીવન, સેવા અને અનુભવોના આધારે સમજ્યું છે. તેમનો પરિવાર એવા દેશમાં વિશ્વાસ ધરાવતો હતો જ્યાં અલગ-અલગ જાતિઓ, સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મોના લોકો માટે જગ્યા હોય અને સૌને સ્વતંત્રતા તેમજ સમાનતા મળે.

બીજી બાજુ, તેમણે લખ્યું કે પીએમ મોદીના ભારતની વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારકો અને તેમના પોતાના જીવનના અનુભવોથી ઘડાઈ છે. આ સોચમાં પોતાના ધર્મ અને સંસ્કૃતિને અન્ય કરતા ઉપર રાખવામાં આવે છે, જેમાં સામાજિક પદાનુક્રમ અને નિયંત્રણને કેન્દ્રીય મહત્વ આપવામાં આવે છે.

જવાહરલાલ નેહરુ અને ‘કોંગ્રેસ મુક્ત ભારત’ પર ટિપ્પણી

સોનિયા ગાંધીએ ભાજપના ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના નારા અને સંસદમાં પીએમ મોદી દ્વારા અપાતા ભાષણો પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ભાજપ અને તેનો વૈચારિક પરિવાર દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુને વિશેષ રીતે નિશાન બનાવે છે. સંઘ પરિવાર સાથે જોડાયેલી સાઇટ્સ પર નેહરુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને ખોટી જાણકારીઓ ભરેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ વ્યક્તિગત બાબત નથી, પરંતુ ભારતને જોવાના બે અલગ-અલગ દ્રષ્ટિકોણનો સવાલ છે. આ પુસ્તક મુખ્યત્વે રાજનીતિ વિશે નથી, પરંતુ તેમના જીવનની પૃષ્ઠભૂમિ અને એક માળખા તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img