Homeગુજરાતીગુજરાતકચ્છ માંડવીના કોડાઈમાં રૂપિયા 70 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ પકડાયો

કચ્છ માંડવીના કોડાઈમાં રૂપિયા 70 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ પકડાયો

ભૂજ, 10 નવેમ્બર,2026 :  Head constable caught taking bribe of Rs 70 thousand કચ્છના માંડવી તાલુકાના કોડાય પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિપુલ દલજીભાઈ ચૌધરીએ બીએનએસ-35ના ગુના હેઠળ જપ્ત કરેલું બોક્સાઈટ ખનીજ ભરેલું ડમ્પર છોડાવવા માટે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની લાંચની માગણી કરી હતી. અને રકઝકને અંતે એક લાખ રૂપિયા લાંચના નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ રૂ.30 હજાર રોકડા આપ્યા હતા. અને બાકીના રૂપિયા પછી આપવાનું કહીને જપ્ત કરેલા ડમ્પરની ચાવી માંગી હતી.પણ હેડ કોન્સ્ટેબલે પુરતા રૂપિયા મળ્યા બાદ જ ડમ્પરની ચાવી આપવાની વાત કહેતા ફરિયાદીએ લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ કરી હતી. અને બાકીના માટે છટકું ગોઠવવામાં આવતા રૂપિયા 70 હજારની લાંત લેતા હેડ કોન્સ્ટેબલને ભૂજ એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

લાંચ રૂશ્વત વિભાગ ભૂજના તપાસ અધિકારીના કહેવા મુજબ  ફરિયાદીની બોક્સાઈટ ખનિજ ભરેલી આઈવા ડમ્પરને કોડાય પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 35 હેઠળ કબજે કરી હતી. આ ડમ્પર અંગે ભુજના ખનિજ વિભાગ અને કોર્ટને રિપોર્ટ કરાયો હતો. કેસની તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી પાસે હતી. ફરિયાદીએ ડમ્પર છોડાવવા માટે ભુજની ભૂસ્તરશાસ્ત્રી કચેરી અને માંડવી કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવ્યા હતા. આ હુકમો લઈને તેઓ કોડાય પોલીસ મથકે ગયા હતા અને વાહનો છોડાવવા રજૂઆત કરી હતી. ત્યારે ડમ્પરની ચાવી પરત આપવા અને વાહન છોડાવવાની કાર્યવાહી કરવા વિપુલ ચૌધરીએ રૂપિયા બે લાખ માગ્યા હતા. અને રકઝક બાદ રૂ.1 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ અગાઉ રૂ.30 હજાર રોકડા આપ્યા હતા. બાકીના રૂ.70 હજાર આપ્યા પછી ચાવીઓ પરત આપવાની વાત થઈ હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, ફરિયાદી પાસેથી રૂ.70 હજાર લેતી વખતે ટીમે વિપુલ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. આ છટકાનું આયોજન ભુજ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરીએ કર્યું હતું. એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img