Homeગુજરાતીગુજરાતઅમદાવાદના જોધપુર વોર્ડમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકાલયનો પ્રારંભ

અમદાવાદના જોધપુર વોર્ડમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકાલયનો પ્રારંભ

અમદાવાદ, 9 નવેમ્બર,2026 : Library inaugurated by Union Minister Amit Shah in Jodhpur ward કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ  અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન અંતર્ગત જોધપુર વોર્ડમાં તપસ બંગ્લોઝની બાજુમાં અંદાજે રૂ. ૧૫.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ‘નોલેજ હબ’ (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “નાણાકીય વર્ષ-૨૦૨૪-૨૫”ના અંદાજપત્ર અંતર્ગત નિર્માણ પામેલ આ નોલેજ હબનો મુખ્ય ઉદ્દેશ્ય આજના સાયન્સ અને ટેક્નોલોજીના યુગમાં યુવા વર્ગને રોજબરોજની નવીનતમ માહિતી પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓની કૌશલ્યતામાં વધારો કરવાનો છે.

આ આધુનિક નોલેજ હબ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર સચોટ માહિતી પ્રદાન કરવા સાથે એકબીજા સાથે જ્ઞાનની આપ-લે કરવા અને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે. આજના ડિજિટલ યુગમાં પ્રોજેક્ટ્સ પર સંશોધન કરવા, લેખન અને ચિત્રકામ સંબંધિત સર્જનાત્મક કૌશલ્યો વિકસાવવા માટે આ પુસ્તકાલય સ્થાનિક વાચકો અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયર  હિતેશ કાંતિલાલ બારોટ, ધારાસભ્ય  બાબુભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધિ પાની, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન ચિતરંજન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  કમલેશ પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા  જશુભાઈ ઠાકોર, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક  અતુલ એમ. મિશ્રા સહિત વિવિધ મહાનુભાવો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img