Homeગુજરાતીગુજરાતવાવ-થરાદના ચાંગડા ગામની ગૌશાળામાં ઝેરી ઘાસચારો આરોગતા 45 ગૌવંશના મોત

વાવ-થરાદના ચાંગડા ગામની ગૌશાળામાં ઝેરી ઘાસચારો આરોગતા 45 ગૌવંશના મોત

થરાદ, 11 નવેમ્બર,2026 : 45 cows die after consuming poisonous fodder in a cowshed જિલ્લાની ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસરથી 45 ગૌવંશનાં મોત થતા આ વિસ્તારના પશુપાલકો અનો ગૌ પ્રેમીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં વેટરનીટી તબીબોની ટીમ તથા ગૌ પ્રેમીઓ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક સારવાર મળતાં 50-60 ગાયોના જીવ બચી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, વાવ-થરાદ જિલ્લાના ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતાં આશરે 45 ગૌવંશનાં કરુણ મોત નિપજ્યા હતા. લીલો ઘાસચારો આરોગ્યા બાદ ગાયોને આફરો ચડતા ગૌશાળાના સંચાલકોએ વેટરનરી તબીબોને જાણ કરતા તબીબોની ટીમ અને ગૌ પ્રેમીઓ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક સારવાર મળતાં આશરે 50થી 60 ગાયોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.

ચાંગડા ગામની ગૌશાળાના સંચાલકોના કહેવા મુજબ  બેસતા વર્ષની રાત્રે આશરે 10:25 વાગ્યે ચાંગડા ગામની ગૌશાળામાં ગૌવંશની તબિયત અચાનક લથડવા લાગી હતી. ગૌશાળાના ગોવાળે પરિસ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્થાનિક આગેવાનને ફોન કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગૌસેવક અને બનાસકાંઠા ગૌ સંસદના અગ્રણીએ તાત્કાલિક સહાયતા અને મેડિકલ ટીમ પહોંચાડવા માટે ઓડિયો સંદેશ વાયરલ કર્યો હતો.  આ અપીલ બાદ મદદ માટે દોડધામ શરૂ થઈ હતી અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે પહોંચી હતી. ડોક્ટરોની ટીમે રાતોરાત ભારે જહેમત ઉઠાવીને આશરે 50થી 60 ગાયોને બચાવી લીધી હતી. જોકે, લીલી મકાઈના ઘાસચારાની ઝેરી અસર ગંભીર હોવાથી 45 જેટલા ગૌવંશનાં ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યાં હતાં. આ દુર્ઘટનાને પગલે ચાંગડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. (File photo)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img