Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં પિતા-પૂત્ર પર છરીથી હુમલો, પિતાનું મોત

રાજકોટમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં પિતા-પૂત્ર પર છરીથી હુમલો, પિતાનું મોત

રાજકોટ, 10 નવેમ્બર,2026 :  Murder due to quarrel over bursting of firecrackers શહેરમાં મવડી વિસ્તારમાં દિવાળીની રાત્રે રોડ પર સામસામે ફટકડા ફોડતા હતા ત્યારે ત્યાંથી પસાર થતાં પિતા-પૂત્રએ યુવાનોને ટપારતા બોલાચાલી થઈ હતી. જોકે પિતા-પૂત્રએ આરોપીઓ સાથે સમાધાન કરી લીધુ હતું ત્યારબાદ બન્ને પોતાના ઘરે પરત ફર્યા હતા. દરમિયાન મોડીરાત્રે ફરી બન્ને આરોપીઓ  પિતા-પુત્રના ઘરે પહોંચી પથ્થર મારો કરતા મામલો ગરમાયો હતો. આરોપીઓને સમજાવવા ઘરમાંથી બહાર નીકળતા અજિત સિંધવ પર આરોપી યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજાએ માર મારી છરીના સાતથી આઠ ઘા ઝીંકી દીધા હતાં.પોતાના પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર કૃણાલ સિંધવ ઉપર પણ છરી વડે હુમલો કરતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન પિતાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ માલવિયાનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં દિવાળીની રાત્રે અજીતભાઈ સિંધવ અને તેમનો પૂત્ર હુડકો વિસ્તારથી પરત મવડી વિસ્તારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપી યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજા સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. યશરાજ અને ઈન્દ્રજીત જાહેર રસ્તા પર સામસામે ઘા કરી ફટાકડા ફોડી રહ્યા હતા. આથી તેમને ટપારતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પિતા-પૂત્રએ સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ રાત્રિના 2:30 વાગ્યા આસપાસ આરોપી યશરાજ અને ઈન્દ્રજીત વિશ્વેશ્વર મંદિર પાછળ મારુતિ સોસાયટીમાં આવી અજીતભાઈના ઘર પર પથ્થર મારો કર્યો હતો, જેથી અજીતભાઈ અને તેનો પૂત્ર ઘરની બહાર આરોપીને સમજાવવા માટે નીકળ્યા ત્યારે યશરાજ અને ઇન્દ્રજીત જાડેજાએ ધોકા-પાઇપ વડે માર મારી હુમલો કર્યો હતો. બાદ બન્ને આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. પિતાના બચાવવા જતા પૂત્ર કૃણાલને પણ આરોપીઓએ છરીના આડેધડ ઘા પડખા તેમજ વાંસાના ભાગે ઝીંકી દીધા હતા. આ બનાવમાં પિતા-પૂત્ર બન્નેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 43 વર્ષીય  અજીતભાઈ સિંધવનું મોત નીપજ્યું હતું. જ્યારે 21 વર્ષીય કૃણાલ હાલ સારવાર હેઠળ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક અજીતભાઈ અને પુત્ર કૃણાલ બન્ને સ્કૂલ વેન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આરોપીઓ પણ નજીકમાં રહેતા હોવાથી એકબીજા સાથે પરિચિત હતા. દિવાળીની રાત્રે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં રાત્રિના સમયે ફરી મારામારી કરાતા સારવાર દરમિયાન અજિત સિંધવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img