Homeગુજરાતીગુજરાતછત્રાલ હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

છત્રાલ હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

અમદાવાદ, 10 નવેમ્બર,2026 :  Hit and run on Chhatral Highway રાજ્યમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે છત્રાલ નજીક હાઈવે પર વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલના ઓલા ગામની સીમમાં છત્રાલ તરફ જતા હાઈવે પર કોઈ અજાણ્યાવાહને બાઈકને ટક્કર મારતા બાઈકચાલક ઇમ્તિયાઝનું મોત નિપજ્યું હતુ. કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  કલોલના ઓલા ગામની સીમમાં છત્રાલ તરફ જતા હાઈવે પર રવિવારે મોડી સાંજે 35 વર્ષીય બાઈકચાલક ઈમ્તિયાઝને કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમ્તિયાઝને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઈમ્તિયાઝનું મોત નીપજ્યું હતુ.

કડી તાલુકાના દેલ્લાગામ સાદરવાસ વિધ્યાલયની સામે રહેતા ફરિયાદી સોહીલ આલમ બેલીમે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેના મોટાભાઇ ઇમ્તીયાઝના પ્રથમ લગ્ન આશીફા સાથે થયેલ હતા. જેમને આ લગ્ન થકી સંતાનમાં એક દીકરો છે . સોમાની કંપનીમાં નોકરી કરતા ઇમ્તીયાઝના બીજા લગ્ન રૂકસાના સાથે થયા છે. જે લગ્ન થકી તેને ત્રણ બાળકો છે. ગઈકાલે રાતે ફરિયાદી સોહિલ સહિતના પરિજનો ઘરે હાજર હતા. તે વખતે ઇમ્તીયાઝના મોબાઈલ ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતુ કે, કલોલથી છત્રાલ તરફ રેલવે બ્રીજ ઉતરી હાઇવે રોડ ઉપર કટ પસાર કરતા હતા, તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી નાસી ગયો છે. આ સાંભળી સોહિલ સહિતના પરિજનો કલોલ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે ઇમ્તિયાઝને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા કલોલ તાલુકા પોલીસે સિવિલ દોડી જઈ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img