અમદાવાદ, 6 મે 2026: The admission process for Diploma Engineering ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થતાં હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જીકાસ દ્વારા આર્ટસ. કોમર્સ, સાયન્સ, બીબીએ સહિતના અભ્યાસક્રમોમાં સરકારી યુનિવર્સિટીઓ માટે પ્રવેશની જાહેરાત કરાયા બાદ એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ દ્વારા ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રથમ વર્ષમાં 8મી મેથી પ્રવેશ પ્રકિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ (ACP) દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા 153 કોલેજોમાં આગામી 8 મેથી 19 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. https;//acpdc.gujarat.gov.in/ના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 29 જૂનના પ્રિવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જે બાદ 29 જૂનથી 2 જુલાઈ સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. 69,987 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 5 ઓગસ્ટ સુધી બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 153 કોલેજોની 69,987 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


