HomeDharma-ધર્મરાજપુર ખાતે ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું ભવ્ય આયોજન

રાજપુર ખાતે ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું ભવ્ય આયોજન

રાજપુર, 12 નવેમ્બર, 2026 – Bhagwat Katha બનાસકાંઠા જિલ્લામાં ગોવર્ધન ગ્રીન્સ, રાજપુર ખાતે આગામી 27 નવેમ્બરને શુક્રવારથી 03 ડિસેમ્બરને ગુરુવાર સુધી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ અનન્તશ્રી વિભૂષિત પશ્ચિમાન્માય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન આશીર્વાદ સાથે યોજાઈ રહી છે જે દરમિયાન સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઓજસ્વી, તેજસ્વી અને અમૃતમય વાણીનો લાભ ભાવિક ભક્તજનો લઈ શકશે.

Grand Organization of the 'Bhagwat Katha' by Bhagwatacharya Pujya Bhaishri Rameshbhai Oza at Rajpur
Grand Organization of the ‘Bhagwat Katha’ by Bhagwatacharya Pujya Bhaishri Rameshbhai Oza at Rajpur

શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટના શ્રી અમૃતભાઈ વિરમભાઈ આલે રિવોઈને જણાવ્યું હતું.


શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ
તારીખઃ 27 નવેમ્બરથી 03 ડિસેમ્બર
સ્થળઃ ગોવર્ધન ગ્રીન્સ, રાજપુર, તા. ઓગડ, જિલ્લો બનાસકાંઠા.


આ ભવ્ય જ્ઞાનયજ્ઞનો પ્રારંભ 27 નવેમ્બર, શુક્રવારે સવારે 7.30 કલાકે શોભાયાત્રા સાથે થશે. ત્યારબાદ 30 નવેમ્બરને સોમવારે બપોરે 12.30 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, પહેલી ડિસેમ્બરને મંગળવારે બપોરે 12.30 વાગ્યે ગોવર્ધન પૂજા તથા 02 ડિસેમ્બરને બપોરે 12.30 વાગ્યે રૂક્ષમણિ વિવાહના પ્રસંગો ઉજવાશે.

સૌથી મહત્ત્વનું છે કે, આ શ્રીમદ્ ભાગવત કથામાં વિવિધ મઠ અને મંદિરોના સંતો-મહંતશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ રાજકીય પક્ષના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો તેમજ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ પણ ભાગવત કથાનો લાભ લેવા પધારશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img