1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાના થરાદ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો બન્યા ચિંતિત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળો જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. એરંડાના પાકમાં કાતરા ઈયળોના ઉપદ્રવને લીધે ઊભોને ઊભો પાકનો નાશ થઈ રહ્યો છે. દરમિયાન જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપિલ કરી છે. કે, ખેડુતોએ એરંડાના પાકને કાતરા ઈયળોથી બચાવવા માટે ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ. […]

બનાસકાંઠાઃ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ માર્ક વિનાની વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે ભારતીય માનક બ્યુરો અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં આઈએસઆઈ માર્ક મામલે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે મેસર્સ […]

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરાદ સહિત વિવિધ વિસ્તારોમાં વધુ 674 CCTV કેમેરા લગાવાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં હાલ  કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે. જેમાં  હવે પાલનપુર, અંબાજી, ડીસા, અને થરાદ તેમજ હાઈવે અને ચેકપોસ્ટ પર વધુ 674 કેમેરા લગાવવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત  રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસની નીગરાની માટે સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. […]

બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ કમાન્ડની નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ, વાવ, અને સુઈગામના કમાન્ડ એરિયામાં નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા ખેડુતોએ માગ કરી છે. અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. કે, વાવ થરાદ સુઈગામ વિસ્તારના કમાન્ડ  વિસ્તારના ખેડૂતોએ પશુઓ માટે ઘાસચારો વાવેલો છે. જે હજુ એક મહિનો પાણી મળી રહે તો પશુઓને નિભાવામાં […]

બનાસકાંઠામાં 89038 હેકટરમાં ઉનાળું વાવેતર, બાજરી, મગફળી, સહિતના વાવેતરમાં વધારો

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝન પૂર્ણ થતાં જ ખેડુતો ઉનાળાની વાવણી કાર્યમાં જોતરાયા છે. જિલ્લામાં બોર-કૂવા અને કેનાલો દ્વારા સિંચાઈ માટે પાણી મળી રહેતું હોવાથી ખેડૂતો વર્ષે ત્રણ પાક લેતા હોય છે. હાલ ખેડુતોએ 89038 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ બાજરી, ઘાસચારો અને મગફળીનું વાવેતર થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ વાવણીનું […]

બનાસકાંઠાના અવાળા અને અરણીવાડાના ગ્રામજનોએ ખનીજ ચોરી સામે મોરચો માંડ્યો

પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ખનીજચોરો તંત્રને પણ ગાંઠતા નથી. ખાણ-ખનીજ વિભાગ તેમજ પોલીસ દ્વારા અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે હવે જે ગામડાંઓ નજીક ખનીજચોરી થતી હોય ત્યાં ગ્રામજનો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના અવાળા અને અરણીવાડા ગામે ગ્રામજનોએ ખનીજ માફિયાઓ સામે જ મોરચો માંડ્યો છે. ગ્રામજનોએ […]

દીયોદરમાં સ્કૂલે જતાં શિક્ષકનું ડમ્પરની અડફેટે મોત, ધાનેરામાં કારની ટક્કરથી બાળકીનું મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં બેનાં મોત નિપજ્યા હતા. જેમાં દીયોદરના રાંટલી ગામના શિક્ષક પોતાના બાઈક પર સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પરે અડફેટે લેતા શિક્ષક પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત મોતને ભેટ્યા હતા, જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ધાનેરા તાલુકાના ધાખામાં […]

બનાસકાંઠામાં આચારસંહિતા ભંગની ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂ કરાયો

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી માટેની વિધિવત જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. જેમાં બનાસકાંઠા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થતાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો […]

બનાસકાંઠાના જસરા ગામે યોજાયો અશ્વમેળો, 16 રાજ્યોના અશ્વસવારોએ બતાવ્યા કરતબ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે શિવરાત્રિના દિને પરંપરાગતરીતે અશ્વમેળો યોજાઈ છે. આ વખતે પણ શિવરાત્રિના દિને યોજાયેલા અશ્વમેળામાં 16 રાજ્યોના અલગ અલગ નકસલના અશ્વોએ ભાગ લીધો હતો. અને અશ્વસવારોએ સ્પર્ધામાં ભાગ લઈને કરતબો બતાવ્યા હતા. લાખણી તાલુકાના જસરા ગામમાં પૌરાણિક બુઢેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code