1. Home
  2. Tag "gujarat"

સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય  થઈ રહ્યું છે.જેના પગલે આજે કચ્છ સહિત ભાવનગર, ગીરસોમનાથ, વલસાડ , નવસારી , સુરત, ભરુચ , આણંદના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગે […]

કોંગ્રેસે લોકસભાના ત્રણ અને વિધાનસભા પેટા ચૂંટણીના એકેય ઉમેદવારો હજુ જાહેર કર્યા નથી

રાજકોટ:  ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં 12મી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ભાજપે લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ ત્રણ લોકસભા બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચેય બેઠકોના ઉમેદવારોના નામો જાહેર […]

રાજસ્થાન સરકારે ગુજરાત પાસે મહીના પાણી માટેના બાકી લેણાના રૂપિયા 31 કરોડની કરી ઉધરાણી

અમદાવાદઃ ભાજપ શાસિત ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહી નદીના પાણીના મુદ્દે વિખવાદ થયો છે. રાજસ્થાનના મહી સિંચાઈ વિભાગે ગુજરાતના કડાણાડેમ સિંચાઈ વિભાગ પાસે મહીના પાણીના રૂપિયા 31 કરોડના બાકી લેણાંની ઉઘરાણી કરી છે. કહેવાય છે કે, રાજસ્થાન મહી ડેમ બાસવાડાએ આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રહે તેવી તૈયારીઓ આરંભી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહીસાગર નદી […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત […]

ગુજરાતઃ લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી માટે નામાંકન પત્રો ભરવાનું શરૂ

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે.  મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ 26 […]

ધોરાજીમાં પુલ પરથી કાર ખાબકતા ચાર અને તાપીના સોનગઢ પાસે કાર ઝાડ સાથે અથડાતા 3ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. બુધવારે બે અકસ્માતોમાં સાતના મોત નિપજ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા ત્રણ મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માતનો બનાવ તાપી જિલ્લાના સોનગઢ પાસે સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધાને બચાવવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ […]

ગુજરાતમાં ગેરકાયદે BT કપાસના બિયારણનો થતો વેપાર, સરકાર કેમ પગલાં લેતી નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમા અનઅધિકૃત રીતે  BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર […]

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને […]

ગુજરાતમાં દરિયા કાંઠા નજીક આવેલા 13 ટાપુઓનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે. તેમજ દરિયા કાંઠા નજીક અનેક ટાપુ આવેલા છે. ઘણા ટાપુઓ નિર્જન છે. જ્યારે કેટલાક ટાપુઓ પર માનવ વસતી છે. જેમાં પીરોટન ટાપુ, શિયાળ સવાઈ ટાપુ, સહિત 13 જેટલા ટાપુઓ એવા છે.કે તેનો પર્યટન તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે 13 ટાપુઓનો પર્યટન ટાપુ કરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code