1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ
અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ ઈ.વી.એમ. વેર હાઉસ ખાતેથી વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

અમદાવાદ જિલ્લાના EVM ડિસ્ટ્રિબ્યુશન નોડલ અધિકારી વિમલભાઈ જોષીએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિસ્તાર અને ૫ સંસદીય મત વિસ્તારો માટેના ઈ.વી.એમ. ડિસ્ટ્રિબ્યુશનની કામગીરીનો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ જિલ્લા ખાતે આવેલા આ વેર હાઉસમાં એફએલસી થયેલા 9572 બેલેટ યુનિટ, 8655 કંટ્રોલ યુનિટ તેમજ 8932 વીવીપેટ મશીન છે. જે પૈકી 6 એપ્રિલ સોમવારથી ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ ચૂંટણી પંચ દ્વારા નિયત ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને 135ટકા વીવીપેટની ફાળવણી કરવામાં આવી રહી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર 6814 BU – બેલેટ યુનિટ, 6814 CU- કન્ટ્રોલ યુનિટ અને 7357 VVPAT ઈ.વી.એમ.(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પારદર્શક પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ વિધાનસભા સીટ દીઠ જે તે મદદનીશ ચૂંટણી અધિકારીને ઇ.વી.એમ.ની ફાળવણીનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા આગામી ત્રણદિવસ સુધી ચાલશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આમ, અમદાવાદ જિલ્લાના મતદાન મથકો માટે ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ- કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ સાથે સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ જિલ્લાના સંબધિત એ.આર.ઓ.ને ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ લોકેશન ટ્રેસ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા તેમજ ચૂંટણી પંચની તમામ ગાઇડલાઇનનું પાલન સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code