1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.

c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.10/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 1,615 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.10/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 6,087, મતદાર યાદી સંબંધી 574, મતદાર કાપલી સંબંધી 138 તથા અન્ય 1,520 મળી કુલ 8,319 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 99 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 18, રાજકીય પક્ષો લગત 09, ચૂંટણી પંચ સંબંધી 34 તથા અન્ય 374 મળી કુલ 435 ફરિયાદો મળી છે. તા.16/03/2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,64,984 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60,737 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code