1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી
સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય  થઈ રહ્યું છે.જેના પગલે આજે કચ્છ સહિત ભાવનગર, ગીરસોમનાથ, વલસાડ , નવસારી , સુરત, ભરુચ , આણંદના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા રહેશે.

હવામાન વિભાગે આગાહીને લઈ જણાવ્યુ હતુ કે, દરિયા કિનારે ચોથા અને પાંચમા દિવસે એટલે 15 અને 16 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસકમ્ફર્ટ કન્ડિશન યથાવત રહેશે. જેના પગલે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની ન થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા સુચના પણ આપવામાં આવી છે.

ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડે છે. જેના કારણે બપોરના સમયે લોકો સમયની ઓફિસ અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસમાં ધૂળનું તોફાન આવશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે, 13 એપ્રિલે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે.

વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે પવન, કરા અને વીજળી સાથે મધ્યમથી ગંભીર વાવાઝોડાની સંભાવના છે, જેની તીવ્રતા 13 અને 14 એપ્રિલે ટોચ પર રહેશે. આજે મધ્ય ભારતમાં ભારે પવન, કરા, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ સાથેનું મધ્યમ વાવાઝોડું ચાલુ રહેવાની શક્યતા છે. તે પછી તે નોંધપાત્ર રીતે ઘટશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code