1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર વારંવાર રોડ અકસ્માતો સર્જાતા હોય એવા નવા 87 બ્લેકસ્પોટ,

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોને બ્લેકસ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોનું નિરીક્ષણ કર્યા બાદ નેશનલ અને સ્ટેટ હાઈવે પર નવા 87 બ્લેકસ્પોર્ટ શોધી કાઢવામાં આવ્યા છે. હવે આવા […]

ગુજરાતમાં આજે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ’ પરીક્ષા 3 સેશનમાં લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આજે રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આજે સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટ પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ […]

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં હળવો વરસાદ

છોટાઉદેપુર અને તાપીના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ ડાંગ જિલ્લામાં આકાશમાં છવાયાં વાદળો વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તાપી સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયાં હતા. […]

ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે, રાતના તાપમાનમાં પણ થશે વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. હવે ફાગણી પુનમ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને હવે પાંચ દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. તેમજ રાતના તાપમાનમાં પણ વધારો થશે. આમ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. જોકે હાલ ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40થી 41 ડિગ્રીએ […]

ગુજરાતમાં ચૂંટણી ખર્ચની દેખરેખ અને આચારસંહિતા ભંગની ફરિયાદો માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધીમી ગતિએ માહોલ જામતો જાય છે. જો કે ચૂંટણીને હજુ સવા મહિનો બાકી છે. કોંગ્રેસએ તો હજુ લોકસભાની સાત બેઠકોના ઉમેદવારો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ દ્વારા તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ હાલ ગૃપ મીટિંગો કરીને તેમજ સભાઓ […]

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસએ હજુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

અમદાવાદઃ ભાજપએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ 26 બેઠકોના તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની 7 બેઠકોના અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર કરાયા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોને ટિકિટ મળશે તેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની […]

ગુજરાતમાં 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું, હવે 4 દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યા છે. મંગળવારે રાજ્યના રાજકોટ અને ભૂજ સહિત 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. જો કે હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળી હતી. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ […]

ઉનાળુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે ભાવનગર, 44,100 હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થાય છે. આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર […]

ખેડા, ભાવનગર, બનાસકાંઠા સહિત ચાર જિલ્લામાં ડૂબી જવાના જુદા જુદા બનાવોમાં 9ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ધૂળેટીના પર્વમાં રંગોથી ભીંજાયા બાદ નદી અને તળાવોમાં નહાવા જતાં ડુબી જવાના ચાર બનાવો બન્યા હતા.જેમાં  ખેડા, ભાવનગર, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાંથી બનેલા બનાવોમાં 9 યુવાનોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબી જતાં  મોત નિપજ્યા હતા.જ્યારે ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે […]

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શકયતા

અમદાવાદઃ આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 39 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હોળી બાદ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. આગામી બે દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઇ પટ્ટી જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code