1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે ભારે પવન સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે ભારે પવન સાથે વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદ, 5 જુન, 2026 : Rain with strong winds forecast due to pre-monsoon activity  નેઋત્યનું ચોમાસુ કેરળ થઈને કર્ણાટક અને તમિલનાડુમાં પહોંચી ગયું છે. અને 20મી જુન સુધીમાં ગુજરાતમાં વાજતે ગાજતે મેઘરાજાની વિધિવત પધરામણી થશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ વાદળછાંયુ બનતા તાપમાનમાં ઘટાડો થયો છે. જોકે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. ત્યારે ભારે પવન સાથે  હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે શનિવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાત, તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે દીવમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જોકે, 6 જૂન પછી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું થઈ જશે, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને એકાદ-બે વાર ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં ચોમાસું આશરે 25 જૂન આસપાસ પ્રવેશી શકે છે. જ્યારે 7થી 9 જૂન દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ બનવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ શકે છે.  ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદની શક્યતા છે. 7થી 9 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code