1. Home
  2. Tag "Pre-Monsoon Activity"

પ્રિ-મોન્સુન એક્ટિવિટી, ગુજરાતમાં 14 તાલુકામાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ પડ્યો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે 14 તાલુકામાં વાતાવરણમાં પલટાં બાદ વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ચીખલીમાં સવા ઈંચ, તેમજ અરવલ્લીના મોડાસા, અને ભીલોડા, સુરતના માંગરોળ, સુરેન્દ્રનગરના સાયલા, બોટાદના બરવાળા, સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ,અને વિજયનગર,  છોટાઉદેપુર, તાપીના નીઝર, પંચમહાલના કાલોલ, તેમજ અમરેલીના બાબરામાં […]

ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે, હજુ બે-ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલા જ વાજતે-ગાજતે ચોમાસું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. અને 15 જુન બાદ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ જશે. હાલ રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાય રહ્યું છે. હજુ બે-ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યાર […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, 7મીથી 15 જુન દરમિયાન વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં દક્ષિણ પશ્વિમનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે ત્યારે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં એમ બે વાવાઝોડા સ્રકિય થવાની શક્યતા છે. તેના લીધે  આગામી તા.7થી 11 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.  ગુજરાતમાં 22થી 25 જૂને વિધિવત […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. વાતાવરણમાં બફારો વધતો જાય છે. ત્યારે આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થવાના સંકેત હોય તેમ રાજયના અર્ધોઅર્ધ ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આગામી 12 જિલ્લાઓમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે છુટાછવાયા […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, દરિયામાં કરંટ વધ્યો, 60 km ઝડપે પવન ફુંકાયો

અમદાવાદ : ગુજરાતમાં 15મી જુન આસપાસ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થાય એવા એંઘાણ છે. દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. દરમિયાન છેલ્લા બે દિવસથી ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અને પવન 60 કિ.મીની ઝડપે ફુંકાતા દરિયા તોફાની બન્યો હતો. માછીમારોને દરિયો ન ખેડવાની […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભઃ બનાસકાંઠામાં અઢી ઈંચ વરસાદ

અમદાવાદઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી વખતે ગુજરાતમાં આજે કેટલાંક ભાગોમાં હવામાનમાં પલ્ટો થયો હતો. બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં તો અડધાથી અઢી ઈંચ વરસાદ પણ પડયો હતો.ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી ચાલતા નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી કેરળથી થાય છે. ગુજરાત સુધી પહોંચવામાં 20 દિવસ થાય છે. ચાલુ વર્ષે 15 થી 20 જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાની આગાહી વચ્ચે કેટલાંક ભાગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code