નવી દિલ્હી, 01 નવેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક સંદેશમાં, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ એ ભવ્ય વારસા, સમૃદ્ધ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યની ભૂમિ છે. અહીંના ઐતિહાસિક સ્થળો રાજ્યની ઓળખને વધુ વિશિષ્ટ બનાવે છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે રાજ્યના લોકોએ પોતાની પ્રતિભા અને સખત મહેનત દ્વારા તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
મધ્યપ્રદેશ કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને નવી પહેલોના ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશને આત્મનિર્ભર બનાવવામાં પણ આ રાજ્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ અવસર રાજ્યના લોકોના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક અને કેરળને તેમના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી.
વધુ વાંચો: રાજ્યોને કેન્દ્રની મોટી ભેટ! 1,09,019 કરોડનું કર-વિતરણ, વિકાસકાર્યોને મળશે વેગ


