નવી દિલ્હી, 01 નવેમ્બર 2026: કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કર આવકમાંથી 1,09,019 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ બીજી વખત છે જ્યારે રાજ્યોને નિયમિત માસિક ફાળવણી ઉપરાંત વધારાના ભંડોળ આપવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો મૂડી ખર્ચને વેગ આપી શકે તથા વિકાસ અને કલ્યાણલક્ષી ખર્ચમાં મદદ મેળવી શકે તે હેતુથી આ રકમ જાહેર કરવામાં આવી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશને 19,208 કરોડ, બિહારને 10,845 કરોડ, મધ્ય પ્રદેશને 8,010 કરોડ અને પશ્ચિમ બંગાળને 7,866 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને 7,022 કરોડ, રાજસ્થાનને 6,460 કરોડ, તમિલનાડુને 4,466 કરોડ અને આંધ્ર પ્રદેશને 4,597 કરોડ મળ્યા છે. કર્ણાટકને 4,504 કરોડ, ઓડિશાને 4,819 કરોડ અને ગુજરાતને 4,094 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આસામને 3,552 કરોડ રૂપિયા, છત્તીસગઢને 3,602 કરોડ રૂપિયા અને ઝારખંડને 3,660 કરોડ રૂપિયા મળ્યા છે. તેલંગાણાને 2,370 કરોડ રૂપિયા, કેરળને 2,597 કરોડ રૂપિયા, પંજાબને 2,176 કરોડ રૂપિયા અને હરિયાણાને 1,484 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશને 1,476 કરોડ રૂપિયા, ઉત્તરાખંડને 1,244 કરોડ રૂપિયા અને હિમાચલ પ્રદેશને 996 કરોડ રૂપિયા મળ્યા છે.
વધુ વાંચો: આજથી બદલાઈ ગયા અનેક નિયમો, બેંકિંગથી લઈને ટેક્સ સુધી નવા ફેરફારો લાગુ


