Homeગુજરાતીદેશ-વિદેશકરાચી બંદરે 7 મહિનાથી ફસાયેલા છે 6 ભારતીય નાવિકો, PM મોદી અને...

કરાચી બંદરે 7 મહિનાથી ફસાયેલા છે 6 ભારતીય નાવિકો, PM મોદી અને વિદેશ મંત્રાલય પાસે મદદ

નવી દિલ્હી, 30 ઓક્ટોબર 2026: પાકિસ્તાનના કરાચી બંદર પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઈરાનની એક શિપિંગ કંપની અને કરાચી પોર્ટના અધિકારીઓ વચ્ચેના વિવાદના કારણે છેલ્લા સાડા સાત મહિનાથી છ ભારતીય નાવિકો કરાચી બંદરે ફસાયેલા છે. આ ફસાયેલા ભારતીયોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના રહેવાસી વિનીત કિશોર મિશ્રાનો પણ સમાવેશ થાય છે, જેઓ આ જહાજ પર ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર ગત 17 એપ્રિલ 2026થી આ જહાજને કરાચી પોર્ટ પર રોકી રાખવામાં આવ્યું છે.

પીડિત વિનીતના પરિવારજનોએ દાવો કર્યો છે કે, જહાજ પર વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને મોબાઈલ નેટવર્ક પણ કામ કરતું નથી, જેના કારણે જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સ સાથે સંપર્ક સાધવો અત્યંત મુશ્કેલ બન્યો છે. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની અધિકારીઓ દ્વારા તમામ છ ભારતીયોના પાસપોર્ટ અને સી-બુક જપ્ત કરી લેવામાં આવ્યા છે. વિનીતની નોકરીનો કરારનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે, તેમ છતાં તેમને જહાજ પરથી ઉતરીને ભારત પરત ફરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

પ્રયાગરાજમાં રહેતા વિનિ મિશ્રા છેલ્લા ૧૦ વર્ષથી મર્ચન્ટ નેવીમાં મજબૂત સેવાઓ આપી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, તેમણે આ વર્ષે 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાનની એક શિપિંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ કંપનીના જહાજ દ્વારા ઓમાનથી રવાના થયા હતા અને 17 એપ્રિલે આ જહાજ કરાચી પોર્ટ પર પહોંચ્યું હતું. અહીં કંપની અને પોર્ટ ઓથોરિટી વચ્ચે કોઈ બાબતે વિવાદ સર્જાતા જહાજને અટકાવી દેવાયું હતું.

વિનીતની પત્ની નેહા મિશ્રા અને નિવૃત્ત ફૌજી પિતા લલિત કિશોર મિશ્રા પોતાના પુત્રની સુરક્ષિત વાપસી માટે દરવાજા ખખડાવી રહ્યા છે. વિનીતના બે નાના માસૂમ બાળકો પણ પોતાના પિતાની રાહ જોઈ રહ્યા છે. નેટવર્કની ભારે સમસ્યાના કારણે વિનીત સાથે રોજ વાતચીત થઈ શકતી નથી અને ક્યારેક જ માત્ર થોડી મિનિટો માટે જ વાત થઈ શકે છે, જેના કારણે પરિવાર સતત ભય અને તણાવના સાયાયમાં જીવી રહ્યો છે.

  • સરકાર સમક્ષ મુક્તિ માટે આજીજી

પરિવારે પાકિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદ્વારી મિશનનો સંપર્ક સાધીને તમામ છ ભારતીયોને સહીસલામત વતન પરત લાવવા માટે મદદ માંગી છે. ભારતીય દૂતાવાસ દ્વારા અગાઉ આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. પરિવારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જોરદાર અપીલ કરી છે. પરિવારનો સવાલ છે કે, કંપની અને પોર્ટ ઓથોરિટીના આંતરિક વિવાદમાં નિર્દોષ ભારતીય નાવિકોને કેમ ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? તેમને ભારત પરત ક્યારે આવવા દેવાશે?

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular