Homerevoinewsદશકો જૂના વિવાદનો ઐતિહાસિક ઉકેલઃ સહકારી સંઘવાદ અને રાષ્ટ્રીય એકતાની દિશામાં એક...

દશકો જૂના વિવાદનો ઐતિહાસિક ઉકેલઃ સહકારી સંઘવાદ અને રાષ્ટ્રીય એકતાની દિશામાં એક નવું પ્રકરણ!

નવી દિલ્હી, 27 ઑક્ટોબર, 2026 – A historic resolution to a decades-old dispute નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક આજે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્ત્વની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા દશકો જૂના પડતર બાકી નાણાંના નિકાલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

A historic resolution to a decades-old dispute: A new chapter in the direction of cooperative federalism and national unity
A historic resolution to a decades-old dispute: A new chapter in the direction of cooperative federalism and national unity

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી તથા નિર્ણાયક નેતૃત્વ અને માનનીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના કુશળ માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક સિદ્ધિ શક્ય બની છે.

નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ

  • નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ
  • બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા
  • અગાઉ થયેલા MoU (સમજૂતી કરાર)ને આ બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું હતું.
  • બેઠકમાં નર્મદા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પરસ્પર સમજણ તથા સહમતિનું વાતાવરણ સર્જાયું હતું.
  • નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની છે.
  • નર્મદા સંબંધિત અન્ય મોટા અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં પરસ્પર સમજણ, સંવાદ અને સહયોગ દ્વારા લાવવા માટે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચેના પરસ્પર સંકલન અને સહયોગથી નર્મદા સંબંધિત મુદ્દાઓને સહમતિપૂર્વક ઉકેલવાની દિશામાં આગળ વધવામાં આવશે.

7 જુલાઈ 2026ના રોજ માનનીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં બનેલી સહમતિને આગળ ધપાવતાં વર્ષોથી પડતર નાણાકીય વિવાદના ઉકેલને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ સાથે જ, પડતર ચુકવણીના સમયબદ્ધ નિકાલ અને સમજૂતીના અસરકારક અમલીકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

આ માત્ર પડતર ચુકવણીનો ઉકેલ નથી, પરંતુ દશકો જૂના મતભેદોને પાછળ છોડીને પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સાહિયાર વિકાસના એક નવા યુગની શરૂઆત છે.

આ પણ વાચોઃ વિશ્વની સૌથી નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે કે દ્રઢ ઈચ્છાશક્તિ, સંવાદ અને સહકારી સંઘવાદની ભાવનાથી દશકો જૂના જટિલ વિવાદોનો પણ કાયમી ઉકેલ શક્ય છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular