HomeDharma-ધર્મગુજરાતના દીપોત્સવ અંકમાં અઝીઝ ટંકારવીની વિવાદી રચનાનો વિહિંપ દ્વારા વિરોધ

ગુજરાતના દીપોત્સવ અંકમાં અઝીઝ ટંકારવીની વિવાદી રચનાનો વિહિંપ દ્વારા વિરોધ

ગાંધીનગર, 23 ઑક્ટોબર, 2026 – Gujarat’s Deepotsav issue ગુજરાતના આ વર્ષના દીપોત્સવી અંકમાં એક કવિતાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા આ દીપોત્સવી અંકમાં આ વર્ષે એક કવિતા પ્રકાશિત થઈ છે જેમાં ભગવાન શ્રીરામ તથા શ્રીકૃષ્ણ ભક્ત મીરાંબાઈનું અપમાન કરવામાં આવ્યું હોવાનું વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને માગણી કરવામાં આવી છે કે, ગુજરાત દીપોત્સવી અંકમાંથી હિન્દુ આસ્થાની મજાક ઉડાવતી રચના દૂર કરવી જોઈએ. વિહિંપે આ સાથે એવી પણ માગણી કરી છે કે, આવી રચના લખનાર લેખક તેમજ તેના પ્રકાશનને મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાવાં જોઈએ.

VHP opposes Aziz Tankarvi's controversial composition in Gujarat's Deepotsav issue
VHP opposes Aziz Tankarvi’s controversial composition in Gujarat’s Deepotsav issue

નોંધપાત્ર છે કે, આ વખતના ગુજરાત સામયિકના દીપોત્સવી અંકમાં અઝીઝ ટંકારવીની એક રચના પ્રકાશિત કરવામાં છે જેમાં પ્રારંભિક પંક્તિમાં એવું કહેવાનો ભાવાર્થ છે કે, રામ (વનવાસમાંથી) જલ્દી પરત ન આવે એ હેતુથી તેમના ભાઈ ભરતે ગાદી ઉપર પાદુકા મૂકી દીધી હતી.

આ જ કાવ્યમાં છેલ્લે આ મુસ્લિમ કવિએ મીરાં વિશે પણ અપમાનજનક પંક્તિ લખી હોવાનું વિહિંપે જણાવ્યું છે.

આ અંગે પત્રકાર, લેખક જયવંત પંડ્યાએ પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ગુજરાતમાં હિન્દુવાદી સરકાર હોવા છતાં આવી સ્થિતિ છે.

રિવોઈમાં પ્રકાશિત વિશેષ લેખ તેમજ અન્ય સમાચારો વિશે આપનો અભિપ્રાય જરૂર ઈમેલ દ્વારા આપોઃ [email protected]

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular