Homerevoinewsવાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી...

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી ભવ્ય વિદાય

નવી દિલ્હી, 30 ઑક્ટોબર, 2026 – farewell to Air Force Chief Air Chief Marshal A.P. Singh દેશ પ્રત્યેની 42 વર્ષની ગૌરવપૂર્ણ સેવાઓ બાદ વાયુસેના પ્રમુખ (CAS) એર ચીફ માર્શલ એ.પી. સિંહની નિવૃત્તિ પૂર્વે, 26 ઓક્ટોબર 2026 ના રોજ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રીએ વાયુસેના પ્રમુખની વિશિષ્ટ સેવાઓ, અનુકરણીય નેતૃત્વ અને ભારતીય વાયુસેના તથા રાષ્ટ્ર પ્રત્યેના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી.

શ્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરના સફળ અમલીકરણમાં અને ભારતીય વાયુસેનાની ક્ષમતાઓને મજબૂત કરવામાં નિવૃત્ત થઈ રહેલા વાયુસેના પ્રમુખે ભજવેલી મુખ્ય ભૂમિકાને બિરદાવી હતી. તેમણે એર ચીફ માર્શલ એ.પી. સિંહને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.

31 ઓક્ટોબર 2026 ના રોજ, સેવામાંથી નિવૃત્ત થતાં પહેલાં, વાયુસેના પ્રમુખ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રાષ્ટ્રીય સમર સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ખાતે પુષ્પચક્ર અર્પણ કરશે અને એર ફોર્સ સ્ટેશન, નવી દિલ્હી ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular