Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગને આપી સુચના

અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગને આપી સુચના

ગાંધીનગર, 31 ઓક્ટોબર, 2026 : Instructions given to the Estate Department to remove pressure in Lal Darwaza area શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજાથી ગાંધી રોડ સુધી તેમજ ભદ્રકાળી માતાજી મંદિર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો દબાણો સામે મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જોકે આ વિસ્તારમાં અગાઉ અનેકવાર દબાણો હટાવાયા છે. પણ દબાણો હટાવાયા બાદ ફેરિયાઓ પરત આવી જતા હોય છે. એટલે આ સમસ્યાનું કાયમી સોલ્યુશન કાઢવાને બદલે મ્યુનિના એસ્ટેટ વિભાગ અને ફેરિયાઓ વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે મુખ્ય માર્ગો અને બજારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMCના એસ્ટેટ વિભાગને લારી-ગલ્લા અને પાથરણાંના દબાણો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

શહેરના લાલદરવાજા, ભદ્ર સહિતના શહેરના વ્યસ્ત વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં લોકોની અવરજવર સરળ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દબાણ હટાવની કામગીરી એકાદ દિવસમાં હાથ ધરવામાં આવશે.  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભદ્રમાં રહેતા ફેરિયાઓ માટે બેરીકેટિંગ કરીને વેપાર કરવા માટે નિયત જગ્યા નક્કી કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ફેરિયાઓએ બેરીકેટિંગની અંદર રહીને જ વેપાર કરવાનો રહેશે. નક્કી કરેલી હદની બહાર લારી-ગલ્લા કે પાથરણાં રાખીને રસ્તા પર દબાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ફેરિયાઓ માટે AMC પાસે હાલમાં કોઈ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. તેથી હાલ પૂરતું ફેરિયાઓએ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યામાં જ વેપાર કરવો પડશે. નિયમોનું પાલન નહીં કરનાર સામે એસ્ટેટ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.

 આ અંગે AMCની એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. દિવાળીમાં એક જ અઠવાડિયુ બાકી છે ત્યારે દિવાળીને લઈને નાના-મોટા ફેરિયાઓ બજારમાં લારી લગાવતા હોય છે અને દબાણ કરતા હોય છે. ત્યારે અમદાવાદના ભદ્ર ચોકમાં પણ આ પ્રકારે ફેરીયાઓ દબાણ કરતા હોય છે. તેના સિવાય આખા અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં આ પ્રકારે દબાણો વધતા જતા હોય છે. તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular