ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુરના વર્ષો જૂના દબાણો દૂર કરાયાં
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી વિકાસના કામોને અડચણરૂપ દબાણો મહાનગરપાલિકા દ્વારા એક ઝાટકે હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ, ટાઉનપ્લાનિંગ અને એન્જિનિયરિંગ શાખા તેમજ આર એન્ડ બી તથા યુજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા કોઇપણ ભલામણોને ગ્રાહ્ય રાખ્યા વગર મોટાપાયે દબાણો હટાવવામાં આવ્યા […]