1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ભૂ માફિયાઓ ખાલી જમીન જોઈ નથીને કબજો કર્યો નથી. એટલે કે સરકારી હોય કે ખાનગી,  ખાલી જમીનમાં કબજો જમાવી દેવામાં આવતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ખાલી પ્લોટ્સ પર પણ કબજો જમાવી દેવામાં આવતો હોય છે. શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 600 કરોડના 49 જેટલા પ્લોટ ખુલ્લા કરાવ્યા હતા. મ્યુનિ. ટી.પી. કમિટિમાં અધિકારીઓ દ્વારા શહેરમાં મોટા પ્રમાણમાં ટી.પી. રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. શહેરમાં 20 થી વધારે ટી.પી.રસ્તાઓ પણ ખુલ્લા કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન મ્યુનિ.ના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં વાડજ અને ઇસનપુર વિસ્તારમાં જ 200 કરોડના બે પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં મહત્વના ટીપી રસ્તાઓ પણ ખોલવામાં આવ્યા છે. જેમાં જોધપુર વોર્ડમાં ટી.પી.204, સરખેજ તળાવ પાસે 24 મીટરનો રસ્તો. મક્તમપુરા વિસ્તારમા પણ હાઇવે તરફના 7.50 મીટરના રસ્તા ખૂલ્લાં કરાયા છે. તે ઉપરાંત કઠવાડામાં ટી.પી. 415, 416(એ), 416 (બી), વિંઝોલના ટીપી. 93ના રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૈજપુર બોધાની ટીપી 47, કુબેરનગરની ટીપી 80, 96, 415, 93 હાથીજણ નિકોલની ટીપી નં. 73, 92, 77 ખુલ્લી કરાઇ. ઓગણજના ટીપી. 48એમાં રસ્તો ખુલ્લો કરાયો. સૈજપુર બોઘાની ટી.પી.સ્કીમ 47, અસારવાની ટીપી સ્કીમ નં. 30 સહિત શહેરના વિવિધ વિસ્તારમાં ટીપી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code