Homeગુજરાતીગુજરાતકલ્યાણપુર, તલાલા, ગોંડલ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, મગફળીના પાથરા પલળ્યા

કલ્યાણપુર, તલાલા, ગોંડલ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, મગફળીના પાથરા પલળ્યા

અમદાવાદ, 31 ઓક્ટોબર, 2026 : Rain with heavy winds in Kalyanpur, Talala, Gondal talukas ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થતાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. શનિવારે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ગીર સોમનાથના તલાળા, અને રાજકોટના ગોડલ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા. દરમિયાન શનિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.

સૌરાષ્ટ્રના ત્રણથી ચાર તાલુકામાં શનિવારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળ છે, ત્યારે અચાનક આ માવઠાએ ખેડૂતોની રહીસહી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક અને ખુલ્લામાં પડેલા પશુચારાના જથ્થાને પલળી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની ચિંતામાં વધારો થયો.

ગીર સોમનાથના તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શનિવારે બપોર બાદ વરસાદ વરસ્યો હતો. તલાળા તાલુકાના ના માધુપુર, જાંબુર, જસાધાર સહિતના ગામોમાં મિનિ વાવાઝોડા જેમ ભારે પવન સાથે અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચરખડી ગામમાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી ગયા હતા અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ચરખડી ગામમાં તો ખેતરમાં પડેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓછા વરસાદને કારણે ઉપજ ઘટી હતી, ત્યારે હવે કમોસમી વરસાદમાં પાથરા પલળી જતા ખેડૂતોને હવે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular