Homeગુજરાતીદેશ-વિદેશકેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક જાહેર: દેશભરના 490 પોલીસ કર્મચારીઓ સન્માનિત

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક જાહેર: દેશભરના 490 પોલીસ કર્મચારીઓ સન્માનિત

નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો /સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ /સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સના 490 કર્મચારીઓને વર્ષ 2026 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ એનાયત કરવામાં આવ્યો છે. આ ચંદ્રક ઉત્કૃષ્ટ કામગીરીની ઓળખ આપવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને સંબંધિત અધિકારી/કર્મચારીનું મનોબળ વધારવા માટે આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’તમામ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારશે.

ગૃહ મંત્રાલય, ભારત સરકારના 1 લી ફેબ્રુઆરી, 2024ના રોજના નોટિફિકેશન દ્વારા “કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક”ની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક સમગ્ર ભારતીય સંઘમાં પોલીસ દળો, સુરક્ષા સંસ્થા, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો/સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સ/સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ/નેશનલ સિક્યુરિટી ગાર્ડ/અસમ રાઇફલ્સની ઇન્ટેલિજન્સ વિંગ/બ્રાંચ/સ્પેશિયલ બ્રાંચ; અને ફોરેન્સિક સાયન્સ (કેન્દ્ર/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો)ના સભ્યોને કામગીરીમાં ઉત્કૃષ્ટતા, તપાસમાં ઉત્કૃષ્ટ સેવા, અપવાદરૂપ કામગીરી, અદમ્ય અને સાહસિક ઇન્ટેલિજન્સ સેવા, ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં સેવા આપતા સરકારી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવે છે. આ ચંદ્રક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દર વર્ષે 31 મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular