HomeગુજરાતીગુજરાતCM ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત 8169 વિદ્યા સહાયકોને ભલામણ પત્રો એનાયત કર્યા

CM ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત 8169 વિદ્યા સહાયકોને ભલામણ પત્રો એનાયત કર્યા

ગાંધીનગર, 03 નવેમ્બર, 2026 : CM awards recommendation letters to 8169 newly appointed Vidya Sahayoks મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નવી નિમણુંક મેળવનારા નવ નિયુક્ત વિદ્યાસહાયકોને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરી ગણાવ્યા છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્ય સેવામાં જોડાઈ રહેલા આ શિક્ષકો વિદ્યાર્થીઓનું એવું સંગીન ઘડતર કરે કે તેઓ વિકસિત ભારત્ના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપી શકે.

પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક પસંદગી પામેલા નવનિયુક્ત વિદ્યા સહાયકોનો અભિવાદન તથા ભલામણ પત્ર એનાયત કરવાનો ગૌરવપૂર્ણ સમારોહ અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૮,૦૦૦થી વધુ વિદ્યા સહાયકોની ભરતીમાંથી ૬,૦૦૦થી વધુ મહિલા ઉમેદવારો પસંદગી પામી છે, તે શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા નારી શક્તિના દબદબાનું પ્રતીક છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો અભિગમ આજે વટવૃક્ષ બની ચૂક્યો છે, તેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પૂર્ણ પારદર્શિતાથી મહેનતુ ઉમેદવારોની પસંદગી કરી છે. ઉમેદવારોને પોતાની મહેનતના આધારે નોકરી મળી છે તે વાતનો આનંદ અને ગૌરવ વાલીઓ તથા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તેમણે શિક્ષણ વિભાગ આગામી સમયમાં વધુ ૧૦,૦૦૦ જેટલા શિક્ષકોની ભરતી કરવા માટેનું આયોજન કરી રહ્યો છે તેવો પણ સંકેત આપ્યો હતો.

શિક્ષકના પદનું ગૌરવ રેખાંકિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકનું પદ અત્યંત આદરણીય છે. વ્યક્તિ ગમે તેટલો મોટો ડોક્ટર, એન્જિનિયર કે સાયન્ટિસ્ટ બની જાય, પરંતુ તે પોતાના શિક્ષક સામે નમે જ છે.

ત્રિમંદિર, અડાલજ ખાતે યોજાયેલા આ અભિવાદન સમારોહમાં કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ નવનિયુક્ત વિદ્યાસહાયકોને આવકારતા કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવાના દ્રઢ સંકલ્પ સાથે ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની આશરે ૧૧,૦૦૦ અને અન્ય માધ્યમોની આશરે ૯૮૭ જગ્યાઓ મળીને કુલ આશરે ૧૨,૦૦૦ વિદ્યાસહાયકોની ઐતિહાસિક ભરતી સંપૂર્ણપણે મેરિટ અને ટેકનોલોજીના આધારે પારદર્શક રીતે પૂર્ણ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ અનેક પરિવારોની આશાઓને નવી પાંખો આપીને ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો અવસર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular