Homerevoinewsગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટીક કચરા બદલ ૨૦ એકમો સીલ, કુલ ૨,૬૭,૦૦૦/- ના...

ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટીક કચરા બદલ ૨૦ એકમો સીલ, કુલ ૨,૬૭,૦૦૦/- ના દંડની વસૂલાત

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સઘન કાર્યવાહી

અમદાવાદ, 31 ઑક્ટોબર, 2026: 20 units sealed for filth and banned plastic waste અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા માન. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી (પશ્ચિમ ઝોન) ની રાહબરી હેઠળ પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા, ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા, ચાની કીટલીઓ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરતા અને ડસ્ટબિન ન રાખતા એકમો વિરુદ્ધ ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

20 units sealed for filth and banned plastic waste; a total of ₹2,67,000 collected in fines.
20 units sealed for filth and banned plastic waste; a total of ₹2,67,000 collected in fines.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દિવસ અને રાત્રીના સમયે સ્કવોડ ટીમ બનાવીને હાથ ધરેલી આ કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:

તપાસણી અને નોટિસ: પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૨૩૯ યુનિટ ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧૫૩ યુનિટને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ભારતીય વાયુસેનાના 29મા વડા તરીકે પદભાર સંભાળ્યો

પ્લાસ્ટિક જપ્તી અને દંડ: અંદાજે ૨૩.૧૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને તે પેટે રૂા. ૧,૨૪,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

એકમો સીલ કરવાની કાર્યવાહી: જાહેર માર્ગો પર ગંદકી કરતા / ન્યુસન્સ ફેલાવતા કુલ ૨૦ ધંધાકીય એકમોને સીલ કરવામાં આવ્યા છે અને દંડકીય કામગીરી કરી રૂા. ૧,૪૩,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. આ પ્રકારે કુલ મળીને રૂા. ૨,૬૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

સીલ કરવામાં આવેલા મુખ્ય ૨૦ એકમોની યાદી:
૧. રોમ ટેક, તેજ કોમ્પ્લેક્ષ – મીઠાખળી છ રસ્તા, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૨. પટેલ ઓટો સર્વિસ, તેજ કોમ્પ્લેક્ષ – મીઠાખળી છ રસ્તા, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૩. ભીમ બેટરીઝ, તેજ કોમ્પ્લેક્ષ – મીઠાખળી છ રસ્તા, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૪. ઓટો સેન્ટર – નગરી હોસ્પિટલ પાસે, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૫. યુનાઇટેડ મોટર્સ – નગરી હોસ્પિટલ પાસે, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૬. યુનિવર્સલ પ્રીન્ટર્સ – નગરી હોસ્પિટલ પાસે, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૭. બેસ્ટ ઓટો મોબાઈલ – નગરી હોસ્પિટલ પાસે, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૮. બંસી પસ્તી ભંડાર – HCG હોસ્પિટલ પાસે, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૯. ન્યુ લક્કી મોટર્સ – મીઠાખળી છ રસ્તા, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૧૦. બ્લુડાર્ટ – આર્યમાન કૉમ્પ્લેક્ષ, બી.આર.ટી.એસ. ડેપો રોડ, નારણપુરા (ગંદકી કરવા બાબત)

૧૧. મહાકાળી પસ્તી ભંડાર – શાંતિ ટાવર રોડ, વાસણા (ગંદકી કરવા બાબત)

૧૨. હોટેલ સ્વેલ – ડ્રાઇવ ઇન રોડ, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૧૩. હોનેસ્ટ કોમર્સ – છ રસ્તા, નવરંગપુરા (ગંદકી કરવા બાબત)

૧૪. નામ વગરની દુકાન – કોમર્સ છ રસ્તા, નવરંગપુરા (જાહેર રોડ પર C&D વેસ્ટ નાખવા બાબત)

૧૫. ધ લાઇવ પફ – ન્યુ રાણીપ, રાણીપ (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

૧૬. યમન પાંડે – અબુ સ્ટ્રીટ સોસાયટી, સાબરમતી (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

૧૭. ભુરા ટી સ્ટોલ – નગરી હોસ્પિટલ પાસે, નવરંગપુરા (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

૧૮. 1919 પાન પાર્લર – સત્યા-2, નારણપુરા (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

૧૯. મહારાજ પાન હાઉસ – દર્પણ સર્કલ, નવરંગપુરા (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

૨૦. મહારાજ હેન્ડલૂમ – પ્રીતમનગર, પાલડી (પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ)

જાગૃતિ અને આગામી પગલાં:
હાલમાં પશ્ચિમ ઝોનમાં રહેણાંક વિસ્તારો અને વાણિજ્યિક એકમો ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરો જાહેરમાં ન ફેંકતા, કચરાનું યોગ્ય સેગ્રીગેશન (અલગીકરણ) કરીને AMC ના વાહનમાં જ નાખવા તેમજ જાહેરમાં ગંદકી ન કરવા માટે આઈ.ઈ.સી. (IEC) એક્ટિવિટી અંતર્ગત પત્રિકાઓ વિતરીત કરી સમજણ આપવાની કામગીરી પણ સતત ચાલુ છે.

શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો સામે આગામી દિવસોમાં પણ AMC દ્વારા ઝુંબેશના ભાગરૂપે સખત પગલાં લેવાની કામગીરી ચાલુ રહેશે. — ડેપ્યુટી ડાયરેક્ટર (પશ્ચિમ ઝોન), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular