અમદાવાદ, 2 નવેમ્બર, 2026 – Jagdishbhai Vishwakarma ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સોમવારે રિવોઈ (ટ્રિમ મીડિયા) કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમનું ટ્રિમ મીડિયાના સીએમડી શ્રી વિનોદભાઈ દવે દ્વારા પરંપરાગત રીતે શાલ ઓઢાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન તેમની અને વિનોદભાઈ દવે ઉપરાંત ઉપસ્થિત પત્રકારો સાથે કેટલાક રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એ બાબતે ચિંતા વ્યક્ત કરી કે સમાજના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોને પણ હજુ SIR પ્રક્રિયા વિશે કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે, આવા પ્રતિષ્ઠિત લોકો પોતે એસઆઈઆર પસાર થઈ ચૂક્યા છે છતાં દેશમાં હાલ આ મુદ્દે શું ચાલી રહ્યું છે એ તેઓ જાણતા નથી.
આ પણ વાંચોઃ ચૂંટણી પંચે બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના SIRની પ્રક્રિયા હાથ ધરી છેઃ ભાજપ
ભાજપની મીડિયા ટીમના અગ્રણીઓની સાથે રિવોઈ (ટ્રિમ મીડિયા) કાર્યાલયની મુલાકાત લેનાર શ્રી વિશ્વકર્માએ સીએમડી વિનોદભાઈ દવે દ્વારા રજૂ કરવામાં આવેલી ડીએવીપી (જે હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ કમ્યુનિકેશન – સીબીસી તરીકે ઓળખાય છે) માં રિવોઈ પોર્ટલના એમ્પેનલમેન્ટને લગતી વિગતો રસપૂર્વક નિહાળી હતી.
શ્રી વિનોદભાઈ દવેએ રિવોઈ પોર્ટલની કામગીરી વિશે જાણકારી આપી તે સાંભળીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આનંદ વ્યક્ત કર્યો હતો.



